ઈલેક્ટ્રિક વાહનોને લઈ નિતિન ગડકરીનું મોટું નિવેદન

ખબરી ગુજરાત બિઝનેસ

Electric vehicles : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) અનુસાર ભારત, 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનો Electric vehiclesનું વેચાણનું લક્ષ્ય મેળવવા તૈયાર છે. જેને લઈ આ સેક્ટરમાં આશરે 5 કરોડ નોકરીઓનું સર્જન થશે. તે સિવાય તેઓએ સરકારના વાહન પોર્ટલને ટાંકતા હાલના સમયમાં ભારતમાં 34.54 લાખ ઇવીના રજિસ્ટ્રેશનનો પણ ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો : અયોધ્યા જઈ રહ્યાં છો? તો અહીં જુઓ, હોટલ્સ અને ધર્મશાળાઓની યાદી

PIC – Social Media

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર વૈશ્વિક ઈવી માર્કેટમાં નેતૃત્વ કરવાની ભારતની ક્ષમતા પર ભાર મૂકતા ગડકરીએ દેશને અગ્રણી ઈવી (EV) ઉત્પાદક તરીકે સ્થાપિત કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ગ્રીન એનર્જી ઉત્પાદન અને તેના મોટા પાયે ઉપયોગમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે સરકારના સમર્પણને પણ રેખાંકિત કર્યું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ ઉપરાંત, ગડકરીએ હાલના પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફરીથી ગોઠવવા માટે સરકારની મંજૂરીની પણ જાહેરાત કરી હતી. તેમણે નિયમો અને રિટ્રોફિટિંગ ટેક્નોલોજીને અંતિમ સ્વરૂપ આપવામાં સફળતાની પુષ્ટિ કરી.

PIC – Social Media

વાહનના ડેટા અનુસાર, નવેમ્બર 2023માં સમગ્ર ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 1,52,610 યુનિટ્સ પર પહોંચી ગયું હતું. તેણે નવેમ્બર 2022 માં વેચાયેલા 1,21,598 યુનિટ્સ પર વાર્ષિક ધોરણે 26% નો જોરદાર વધારો નોંધાવ્યો હતો. આ આંકડો મે 2023માં પ્રાપ્ત થયેલા 1,58,420 યુનિટના રેકોર્ડ માસિક વેચાણની પણ નજીક આવ્યો હતો. મે મહિનામાં EV વેચાણમાં વધારો થવાનું કારણ 1 જૂનથી શરૂ થતા ટુ-વ્હીલર સેગમેન્ટમાં FAME સબસિડીમાં ઘટાડો હતો, જેના કારણે ગ્રાહકો ઝડપથી ઈલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉપરાંત, 2023 પહેલાના 11 મહિનામાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ અને કોમર્શિયલ વાહનો સહિત ઇલેક્ટ્રિક વાહનોનું કુલ વેચાણ ઐતિહાસિક 13,87,114 યુનિટ પર પહોંચ્યું હતું. જે વાર્ષિક ધોરણે આ સેગમેન્ટની મજબૂત સ્થિતિ તરફ નિર્દેશ કરે છે. 2022 માં આજ સમયગાળાની સરખાણીએ 50% નો વાર્ષિક વધારો, જેમાં જાન્યુઆરીથી નવેમ્બર સુધી 9,24,111 યુનિટનું વેચાણ નોંધાયું હતું.