વધતા વિજળી બિલથી પરેશાન છો? તો આજે જ અપનાવો આ ટિપ્સ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Electicity Saving Tips : જો તમે પણ વધતા વિજળી બિલથી પરેશાન છો? તો ચિંતા છોડો. કેમ કે અમે આજે આપના માટે એવી ખાસ ટિપ્સ લઈને આવ્યાં છીએ કે જેને અપનાવાથી તમારો વિજળી વપરાશ બિલકુલ ઓછો થઈ જશે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીની સંપતિને લઈ ખુલાસો, જાણો કેટલી છે સંપતિ

PIC – Social Media

Electicity Saving Tips : એપ્રિલ મહિનો શરૂ થવાની સાથે જ ભયંકર ગરમી પડી રહી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણી જગ્યાએ હિટવેવની સ્થિતિ સર્જાઇ છે. જેથી લોકોને જેમ બને તેમ ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. વધતી ગરમીના હિસાબે વિજળીનો વપરાશ પણ વધી જાય છે. જેથી વિજળીનું બિલ તમારા ખિસ્સા પર સીધી અસર કરે છે. પરંતુ જો તમે વિજળીનો ઓછો વપરાશ કરવા માગતા હોય તો અમે તમારા માટે કેટલી ખાસ ટિપ્સ લઈને આવ્યા.

વિજળી બચાવા માટે કરો આટલુ

ટીવી અને સેટ-ટોપ બોક્સ જેવા ઉપકરણોમાં હંમેશા તેની મેઇન સ્વિચ બંધ હોય તેનું ધ્યાન રાખો. સ્ટેન્ડબાય મોડમાં પણ આ ઉપકરણો વધુ વિજળીનો વપરાશ કરે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તમે એક એક્સટેન્સન બોર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. જેથી તમે એક સાથે તમામ એપ્લાઇન્સને બંધી કરી શકો છો. ઉદહારણ તરીકે, તમે તમારા પીસી કે પર્સનલ કોમ્પ્યુટર, ટીવી અને સેટ-ટોપ બોક્સને એક્સટેન્શન બોર્ડમાં લગાવી શકો છો.

તમારા એસીને 24-26 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાં જ ચલાવો. ધ્યાન રહે કે દર એક ડિગ્રી ટેમ્પરેચર ઓછુ કરવાથી વિજળી બિલ વધે છે. બને ત્યા સુધી એસીમાં ટાઇમર સેટ કરી રાખો. તેનાથી રૂમ ઠંડો રહેશે અને વિજળી બિલ પણ ઓછુ થઈ જશે.

જુની ટ્યુબલાઇટ અને બલ્બની જગ્યાએ એલઈડી બલ્બનો ઉપયોગ કરો. 10 વોટનો એક ફિલામેન્ટ બલ્બ 10 કલાકમાં 1 યુનિટ વિજળીનો વપરાશ કરે છે. જ્યારે એક એલઈડી બલ્ડ 111 કલાકમાં 1 યુનિટ વિજળીનો વપરાશ કરે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

હરિયાણા સરકારની સત્તાવાર વેબસાઇટમાં જણાવાયું છે કે 20Wના એક CFLથી તમે વર્ષે 700 રૂપિયા સુધીનું વિજ બિલ બચાવી શકો છો. આ વેબસાઇટમાં પણ વિજ બિલને ઓછુ કરવા માટે કેટલીક ટિપ્સ જણાવામાં આવી છે.

ઘણાં ઓટોમેટિક ડિવાઇસ પ્રકાશમાં એનર્જી બચાવામાં મદદ કરે છે. શક્ય હોય ત્યા ઇન્ફ્રારેડ સેન્સર, મોશન સેન્સર, ઓટોમેટિક ટાઇમર, ડિમર અને સોલાર સેલનો ઉપયોગ કરો.

ફ્રિજને હંમેશા ગરમીથી દૂર રાખાવો પ્રયત્ન કરો, જેમ કે ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો સંપર્ક, રેડિએટર અને ઓવન તેમજ રસોઈના ઉપકરણો.