એમએસ ધોનીની જર્સી નં. 7 નિવૃત, BCCIનો મોટો નિર્ણય

ખબરી ગુજરાત રમતગમત

MS Dhoni’s jersey no. 7 retired : મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સીને BCCIએ નિવૃતિ આપવાનો નિર્ણય કર્યો છે. આ વાત ઘણાં મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને હંમેશ માટે રિટાયર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ‘મ્યુઝિયમ ઓફ ગુજરાત’ મોબાઇલ ઍપ લોન્ચ, જાણો ખાસિયત

PIC – Social Media

ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સીને હવે કોઈ અન્ય ભારતીય ખેલાડી પહેરી નહિ શકે. ધોનીના ઇન્ટરનેશનલ રિટાયરમેન્ટના આશરે 3 વર્ષ બાદ BCCIએ મોટો નિર્ણય લીધો છે. BCCI જણાવ્યું કે ધોનીએ પોતાના આખા કરિયરમાં જે નંબરનું ટીશર્ટ પહેર્યું હતુ તેને નિવૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ધોનીના ટીશર્ટને રિટાયર કરવાની જાણકારી ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં સામે આવી હતી. અત્યાર સુધી આ સન્માન એક માત્ર ખેલાડી સચિન તેન્ડુલકરને મળ્યું હતુ. વર્ષ 2017માં સચિન તેન્ડુલકરના સિગ્નેચર નંબર 10ને પણ હંમેશ માટે નિવૃતિ અપાઈ હતી.

PIC – Social Media

અહેવાલમાં જણાવાયું છે કે ધોનીના પ્રતિષ્ઠિત નંબર 7 જર્સી અન્ય ભારતીય ક્રિકેટર પહેરી શકશે નહિ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રમતમાં તેના યોગદાનને સન્માન આપતા તેના દ્વારા પહેરવામાં આવેલા નંબરને રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2007માં ટી20 વર્લ્ડ કપ, 2011માં વન ડે વર્લ્ડ કપ અને 2023માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણય 15 ઓગસ્ટ 2020ના રોજ કર્યો હતો. તેઓ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ 2014માં જ લઈ ચૂક્યા હતા.

આ પણ વાંચો : 15 December : જાણો, આજનો ઈતિહાસઆ પણ વાંચો : 15 December : જાણો, આજનો ઈતિહાસ

અહેવાલમાં જણાવાયું છે, કે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, ખાસ કરીને ડેબ્યુ કરનાર ખેલાડીઓને સુચના આપવામાં આવી છે, કે તેની પાસે તેંડુલકર અને ધોની સાથે જોડાયેલા નંબરની જર્સી પહેરવાનો વિકલ્પ નથી.