થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં જે રીતે રેન્ચો ઇમર્જન્સી પ્રસુતિમા સહાયરૂપ બને છે તેવો જ એક કિસ્સો રાજકોટ રેલવે જંકશન પર બન્યો હતો. જેમાં પ્રસૂતા

રાજકોટ જંકશન પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો, 108ની ટીમે પ્લેટફોર્મ પર કરાવી મહિલાને પ્રસુતિ

ખબરી ગુજરાત ગુજરાત

Rajkot News: થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં જે રીતે રેન્ચો ઇમર્જન્સી પ્રસુતિમા સહાયરૂપ બને છે તેવો જ એક કિસ્સો રાજકોટ રેલવે જંકશન પર બન્યો હતો. જેમાં પ્રસૂતા મહિલાને 108ની ટીમ અને રેલવે મહિલા પોલીસે સ્ટેશન પર જ પ્રસુતિ કરાવી હતી. પ્રસૂતાને અચાનક પીડા ઉપડતાં પ્લેટફોર્મ પર જ તેમને કપડાથી કોર્ડન કરી સફળ પ્રસુતિ કરાવી નવજાત બાળનું પ્લેટફોર્મ પર અવતરણ કરાવાયું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ અંગે 108ના પ્રોજેક્ટ મેનેજર ચેતન ગાધેએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આપત્તિ અને મુશ્કેલીના સમયમાં 108ની સેવાઓ આકસ્મિક સંજોગોમાં અનેકવાર જીવનદાયક સાબિત થતી રહી છે.

અને વિકસિત ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સ્થાપિત થતી આવી છે. રેલ્વે પોલીસને 108માંથી ઇમરજન્સી માટે કોલ આવ્યો કે રાજકોટ જંક્શનમાં એક સગર્ભા મહિલા રેલ્વે પ્લૅટફૉર્મ પર પીડાય છે, આથી મહિલા રેલ્વે પોલીસના કોન્સ્ટેબલ અશ્વિન સરવૈયા અને એમની મહિલા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે કામે લાગી ગઇ.

ત્વરીત પ્રતિસાદ સાથે રેલવે સ્ટેશન ઉપર 108 સેવાના કર્મચારીઓ આવ્યા અને જરૂરી સામગ્રી અને દવાઓ સાથે પ્લેફોર્મ ઉપર દોટ મુકી અને સગર્ભા માતાને તપાસ કરી તો જાણવા મળ્યું કે સગર્ભાની પ્રસુતિ સ્થળ ઉપર કરવી પડે એવી સ્થિતિ છે.

એટલે 108ના ઇ.એમ.ટી મયુર ચૌહાણ અને પાઈલોટ પ્રકાશ નિમાવત સગર્ભા માતાને નજીકમાં સલમાત સ્થળ ઉપર લઇ આવ્યા અને રેલ્વે મહિલા પોલીસના સહકારથી કોન્સ્ટેબલ કીર્તિબેન, પ્રિયંકાબેન, મંજુબેન, કાજલબેન વગેરે સાથે મળીને સગર્ભાની ગરિમા જળવાય રહે એ રીતે તમામ અન્ય પ્રવાસીઓને દૂર કરી કપડાં વડે આડશ ઉભી કરી અને 108ની ટીમે સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી હતી. અને માતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી, ત્યા ફરજ પરનાં ડોક્ટરોએ માતા અને નવજાત શિશુ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય તરીકે કામ કરતા 24 વર્ષના સગર્ભા સોમભરી દેવી 12949 પોરબંદર સાંત્રાગાંચી એક્સ્પ્રેસ ટ્રેઇન દ્વારા ઝારખંડ જઇ રહયા હતા.

ત્યારે તેમને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડતાં 108 સેવા અને રેલ્વે પોલીસની સમયસૂચતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવી શકાયો હતો.

આ ઉત્તમ માનવીય કામગીરીની રેલ્વે પ્લૅટફૉર્મ ઉપરના અન્ય પ્રવાસીઓએ ખૂબ સરાહના કરી હતી. ભારતભરમાં વિકસિત યાત્રા ઉજવાઇ રહી છે, ત્યારે ત્વરિત પ્રતિસાદ સાથે સગર્ભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી 108 અને રેલ્વે પોલિસે વિકસિત ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરી બતાવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટના પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોને અપાશે CPRની તાલીમ

આમ, સરકારની નિ:શુલ્ક 108 સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્રના સહકારથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે. ખરા અર્થમાં 108 સેવાની માતામુત્યુ દર અને બાળમૃત્યુ દર ઘટાડવામાં 108ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.