આયુષ તંત્ર દ્વારા આયુષ મેળા, આયુર્વેદ જાગૃતિ કાર્યક્રમો, ઉકાળા વિતરણ કેમ્પ સહીત જનઆરોગ્યની કામગીરી કરાઈ
Dinesh Rathod, Khabri Gujarat
Rajkot News: આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ એ ભારતની મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. જેનો મુખ્ય હેતુ ઔષધિઓ અને પ્રાકૃતિક વસ્તુઓથી લોકોને સ્વસ્થ રાખવા અને બીમાર પડે તો તેની સારવાર કરવાનો છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મુજબ દિનચર્યા અને ઋતુચર્યાના સિદ્ધાંતોનું પાલન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઋતુજન્ય તથા જીવન શૈલીજન્ય રોગો સામે રક્ષણ મળે છે. આયુર્વેદ એ ધન્વંતરી જેવા અનેક ઋષિમુનીઓ અને વૈજ્ઞાનિકોના સંશોધન અને અનુભવથી રચાયેલી ચિકિત્સા પદ્ધતિ છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે MPs/MLAs સામેના ફોજદારી કેસો અંગે માર્ગદર્શિકા કરી જારી
આયુર્વેદ જેવી ઉમદા ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા એવા ધન્વંતરી દેવની જન્મજયંતી આસો વદ તેરસ એટલે કે ધન તેરસના દિવસે છે. જનતાને ભારતીય ધરોહર સમાન આયુર્વેદ તરફ પાછા વાળવાના ઉદેશથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરંદેશી દાખવીને ધન્વંતરી જયંતીને કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ જાહેર કર્યો છે. આ વર્ષે ‘હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ, આયુર્વેદ ફોર વન હેલ્થ’ થીમ આધારિત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેજા હેઠળ રાજ્ય સરકાર આયુર્વેદ ચિકિત્સાને જન-જન સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ‘આયુષ’નો અર્થ A-આયુર્વેદ, Y-યોગ, U-યુનાની, S-સિદ્ધા, H-હોમીયોપેથી થાય છે.
આ પણ વાંચો: Elvish Yadav Case Update: રેવ પાર્ટીમાંથી બચાવેલા સાપોની ઝેરીની ગ્રંથીઓ ગાયબ, કોબ્રાના દાંત ગાયબ
રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ (Rajkot Government Ayurveda Hospital)ના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ હાપલિયા જણાવે છે કે સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં આમવાત, સંધિવાત, કરોડરજ્જુના મણકા, થાપના સાંધાનો ઘસારો, સોરીયાસીસ, ખરજવું, ધાધર, ખરતા વાળ, ગેસ, એસીડીટી, કબજિયાત, માથાનો દુઃખાવો, વિવિધ એલર્જી સહિતની બીમારીઓ તેમજ સ્ત્રી રોગો તથા બાળ રોગોની તેમજ દર્દીની જરૂરિયાત મુજબ પંચકર્મ સારવાર આપવામાં આવે છે. વર્ષ 2022-’23 દરમિયાન 40,762 દર્દીઓએ તેમજ એપ્રિલથી ઓક્ટોબર, 2023 સુધી 29,257 દર્દીઓએ આયુર્વેદ સારવારનો લાભ મેળવ્યો હતો.
વધુમાં, તેમણે કહ્યું હતું કે આ હોસ્પિટલ ખાતે કાર્યરત આયુષ વેલનેસ સેન્ટરમાં વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો કરવાના આશયથી દૈનિક નિયમિત રીતે યોગ કરાવવામાં આવે છે. જેમાં દરરોજ સવારે અંદાજે 100થી વધુ લોકો જોડાય છે. તેમજ અહીં ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરમાં દર્દીઓને તપાસી યોગ ચિકિત્સાથી સારવાર આપવામાં આવે છે.
આ પણ વાંચો: Jobs in NEHU 2023: નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાં આવી ભરતી, આ રીતે શકો છો અરજી
રાજકોટ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં આયુષ મેળા, આયુર્વેદ જાગૃતિ કાર્યક્રમો, આયુર્વેદિક દવાઓનો પ્રચાર, ઉકાળા વિતરણ કેમ્પ સહીત જનઆરોગ્ય અર્થે વિવિધ કામગીરી સુપેરે કરાઈ રહી છે.
એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન 98,648 ઓ.પી.ડી., 10,175 સંસમની વટી, 5357 આર્સેનિક આલ્બ તથા 1,53,467 લોકોએ અમૃતપેય ઉકાળા વિતરણનો લાભ લીધો હતો. તેમજ 103 નિદાન કેમ્પમાં 6128, 549 હેલ્થ અવેરનેસ કેમ્પમાં 8993, 782 યોગ શિબિરમાં 18,582 લોકો જોડાયા હતા.