ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટને લઈ ગૃહ રાજ્યમંત્રી દુબઈ પ્રવાસે

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત ગુજરાત

Gujarat Vibrant Global Summit 2024 : રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ: 2024ના (Gujarat Vibrant Global Summit 2024) પ્રચાર પ્રસાર અને રોકાણ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) દુબઈ પ્રવાસે ગયા છે. દુબઈ પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરીને ગુજરાતમાં વિકાસની તકો અંગે સવિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ પણ વાંચો : ‘સોનાનું હૃદય, લોખંડનું શરીર’, – મૈં અટલ હૂં

દુબઈ અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક વિકસિત થાય. તેમજ દુબઈના ઉદ્યોગ-વાણિજ્ય ક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

ગુજરાતને ઉદ્યોગ, વેપાર અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારો માટે ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવનારી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન આગામી જાન્યુઆરી 2024માં યોજાવાની છે. જે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ જાપાનના પ્રવાસે છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દુબઈ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ અને ડિપ્લોમેટીક ડેલિકેટસ સાથે તેમજ વન ટુ વન મીટીંગમાં ગુજરાતમાં ઈન્વેસ્ટ કરવા માગતા મહત્વના સી. ઈ. ઓ અને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત સાંજે 16.30 કલાકે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતની સિધ્ધિઓ, ગુજરાતનું ભવિષ્યમા થનાર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ,ભવિષ્યમાં ગુજરાતના ઉદ્યોગ જગતમાં થનારા ડેવલપમેન્ટ પ્લાનની ચર્ચા કરાઈ હતી.તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ યુએઈના(AI) મિનિસ્ટર ઓમર અલ- ઓલમા સાથે મુલાકાત કરીને સાથે ભોજન પણ લીધું હતું.

આ પણ વાંચો : JOb News : IBમાં આવી બમ્પર ભરતી, જાણો કેટલી મળશે સેલેરી

ઉપરાંત હર્ષ સંઘવી અને ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા IGFમાં રાઉન્ડ ટેબલ મીટિંગ પર વિવિધ સંસ્થાના મહાનુભાવોને પણ મળીને રાજ્યમાં વિકાસની તકો સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. આ મુલાકાતમાં મનોજ લાડવા ઈન્ડિયા ગ્લોબલ ફોરમ, સતીશ સિવાન કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દુબઈ, એલેક્સી ગુણવર્દને શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલ, વિજય શેખર શર્મા પેટીએમ, ઉત્સવ શેઠ ફોરસાઈટ ગ્રુપ, “મેઘન ગ્રેગોનિસ” દુબઈમાં યુનાઇટેડ સ્ટેટ્સના કોન્સ્યુલ જનરલ,વિમલકુમાર ભીમજી શાહ બિડકો આફ્રિકા, નીતિન જયસ્વાલ બ્લૂમબર્ગ, વિક્રમ શ્રોફ યુપીએલ, સંજય નાયર સોરિન ઇન્વેસ્ટમેન્ટ્સ,”પદ્મનાભ રાવ મૂડ્યુમને” લાર્સન એન્ડ ટુબ્રો, શાદા અલ બોર્નો સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, બી એમ જમાલ હુસૈન બાંગ્લાદેશ કોન્સ્યુલેટ જનરલ, એન્ડ્રુ ત્સેપો લેબોના દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલેટ જનરલ, સ્ટેલા માર્ટિન બેક રોયલ કોન્સ્યુલેટ ઓફ ડેનમાર્ક સિનિયર એડવાઈઝર, એનર્જી ટ્રાન્ઝિશનનો સમાવેશ થાય છે.