‘સોનાનું હૃદય, લોખંડનું શરીર’, – મૈં અટલ હૂં

ખબરી ગુજરાત મનોરંજન

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)એ સોશિયલ મીડિયા પર “મૈ અટલ હૂં” (Main Atal Hoon) ફિલ્મના પોસ્ટર (Film Poster) શેઅર કર્યા છે. જેમાં તે અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની ભુમિકા નિભાવતા જોવા મળશે. પોસ્ટરમાં તેઓ પોતાની ઓફિસમાં બારી પાસે ઊભા રહીને બજાર જોઈ રહ્યાં છે. પોસ્ટર સાથે એક્ટરે ફિલ્મની રિલિઝ ડેટ (Release Date) પણ જાહેર કરી દીધી છે.

આ પણ વાંચો : JOb News : IBમાં આવી બમ્પર ભરતી, જાણો કેટલી મળશે સેલેરી

Instagram – Pankaj Tripathi

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ “મૈ અટલ હૂં” (Main Atal Hoon) ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મમાં પંકજ, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મને જોવા માટે દર્શકો ભારે ઉત્સાહિ છે. ત્યારે નિર્માતાઓએ ફિલ્મની રિલિઝને લઈ મોટી જાહેરાત કરી છે.

ક્યારે રિલિઝ થશે આ ફિલ્મ

એક્ટર પંકજ ત્રિપાઠીએ ફિલ્મ “મેં અટલ હૂં”ના કેટલાક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આમાં, તેઓ અટલ બિહારી વાજપેયીના રૂપમાં ઊભા રહીને વિચાર કરતા જોઈ શકાય છે. તે તેની ઓફિસમાં બારી પાસે ઊભા રહી બહાર જોઈ રહ્યા છે. એક તસવીરમાં તે આંગળી ઊંચી કરીને કંઈક કહી રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં તે ચહેરા પર ગંભીર હાવભાવ સાથે કંઈક વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : “તુ શું, તારો બાપ પણ મને બહાર નીકળતા નહિ રોકી શકે” : ઓવૈસી

તસવીરો શેર કરતી વખતે પંકજ ત્રિપાઠીએ લખ્યું, “સોનાનું હૃદય, લોખંડનું શરીર. અદ્ભુત કવિ. નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા. શ્રી અટલ બિહારી વાજપેયીની કહાની જુઓ, ‘મૈં અટલ હું’ 19મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવી રહી છે.”

ફિલ્મના પોસ્ટર જોઈને અને રિલીઝ ડેટ જોઈને ચાહકો ઘણા ખુશ થઈ ગયા છે. ઘણા યુઝર્સે પંકજ ત્રિપાઠીની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે. આ ફિલ્મ માટે અભિનેતાની મહેનત પોસ્ટર પરથી જ દેખાય છે. ભૂતપૂર્વ વડાપ્રધાનના પાત્ર માટે, તેમણે પોતાનો લુક અટલ બિહારી વાજપેયી જેવો જ બનાવ્યો છે. થોડા દિવસો પહેલા તેઓએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ખાસ ડાયટને લઈને પણ જણાવ્યું હતુ. તેઓએ કહ્યું હતુ કે ફિલ્મના શૂટિંગ દરમિયાન મે માત્ર ખિચડીનો જ ખોરાકમાં ઉપયોગ કર્યો હતો.