MI vs SRH : હાર્દિકની ખરાબ કેપ્ટનશિપ પર પૂર્વ ક્રિકેટર્સ લાલઘૂમ

ખબરી ગુજરાત રમતગમત

MI vs SRH : મુંબઈ ઇન્ડિયન્સની ટિમ 2માંથી 2 મેચ હારી ગઈ છે. જેને લઈ મુંબઈના કેપ્ટન હાર્દિક પર આંગળી ચીંધાઈ રહી છે. તેની કેપ્ટનશિપ પર તો સવાલો ઉઠી જ રહ્યાં છે, પરંતુ તે બેટિંગ કે બોલિંગમાં પણ જોઈએ એવું પ્રદર્શન કરી શક્યો નથી.

આ પણ વાંચો – 28 March : જાણો, આજનો ઈતિહાસ

MI vs SRH : ઈન્ડિયન પ્રિમીયર લીગ 2024 (IPL 2024)માં બુધવારે હાઇ સ્કોરિંગ થ્રિલરમાં મુંબઈ ઇન્ડિયન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 31 રને હરાવ્યું. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 277 રનનો પહાડ ઉભો કરી દીધો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન બનાવી શકી હતી. આમ મુંબઈને શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમની હારને લઈ હવે કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ દબાણ વધ્યું છે. તેની કેપ્ટનશિપ પર તો સવાલો ઉઠી જ રહ્યાં છે, પરંતુ તે બેટિંગ કે બોલિંગમાં પણ જોઈએ એવું પ્રદર્શન કરી શક્યો નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં જસપ્રિત બુમરાહના ઉપયોગને લઈ હાર્દિકને ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદ સામે મેચમાં પણ તેણ આ ભૂલ કરી છે. તે જસપ્રિત બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નહિ. તેને લઈ તેની ભારે નિંદા થઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સના દરેક બોલર દબાણ હતુ. જસપ્રિત બુમરાહે ચોથી ઓવર પછી 13મી ઓવરમાં બોલિંગ કરી. ત્યાં સુધીમાં સનરાઇજર્સ હૈદરાબાદે પોતાનું કામ કરી નાખ્યું હતુ.

બુમરાહની ઓવર શા માટે બચાવી?

પહેલા ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મુંબઈ ઇન્ડિયન્સના બોલરોના ગાભા કાઢી નાંખ્યા. ત્યાર બાદ એડેન માર્કરમ અને હેનરિક ક્લાસેને પણ ભારે ધોલાઈ કરી. તે દરમિયાન બુહરાહનો ઉપયોગ કરવામાં આવ્યો નહિ. હેડ જેવા બેટ્સમેનને જીવનદાન આપવું પણ ટીમને ભારે પડ્યું. પંડ્યા યોગ્ય રીતે બોલરોનો ઉપયોગ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. તેનુ સૌથી મોટુ ઉદાહરણ સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગની 20મી ઓવર છે. જેને શસ્મ મુલાનીએ ફેંકી હતી. તેઓએ 20મી ઓવરમાં 21 રન આપ્યા.

બેટિંગમાં પણ ફેઇલ

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 278 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે ઈશાન કિશન અને રોહિત શર્માએ ઓપનિંગ મેચમાં ટીમને ઝડપી શરૂઆત અપાવવાનું કામ કર્યું હતું. ઈશાન 13 બોલમાં 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હોવા છતાં તેણે 261.53ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્માએ પણ 216.66ના સ્ટ્રાઈક રેટ સાથે 26 રનની ટૂંકી ઈનિંગ્સ રમી હતી. તિલક વર્મા અને નમન ધીરે પણ ઝડપી ગતિએ રન બનાવવાનું ચાલુ રાખ્યું, જેમાં નમને 214.28ના સ્ટ્રાઈક રેટથી 30 રન બનાવ્યા જ્યારે તિલક 188.23ના સ્ટ્રાઈક રેટથી 64 રન બનાવ્યા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ચોક્કસપણે રન રેટના હિસાબે આગળ વધી રહી હતી, પરંતુ તેની ધીમી બેટિંગના કારણે ટીમ પર દબાણ વધી ગયું હતું જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 બોલનો સામનો કર્યા પછી, હાર્દિક એક ફોર અને એક સિક્સરની મદદથી માત્ર 24 રન જ બનાવી શક્યો હતો, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 120 હતો. હાર્દિક બાદ બેટિંગ કરવા આવેલા ટિમ ડેવિડે પણ 211.76ના સ્ટ્રાઈક રેટ સાથે 42 રનની ઈનિંગ રમી હતી.

ઈરફાન પઠાણે પણ ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા

પૂર્વ ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે પણ ટ્વીટ કરીને હાર્દિક પંડ્યાની ધીમી બેટિંગને લઈને સવાલો ઉઠાવ્યા હતા જેમાં તેણે લખ્યું હતું કે એક તરફ ટીમના બાકીના બેટ્સમેનો 200 કે તેથી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે, આવી સ્થિતિમાં ટિમના કેપ્ટનએ 120ના સ્ટ્રાઈક રેટ રન ન બનાવા જોઈએ

આ પણ વાંચો – Realme ભારતમાં લોન્ચ કરશે સૌથી સસ્તો 5G સ્માર્ટ ફોન, જાણો કિંમત

યુસફ પઠાણે પણ ઉઠાવ્યા હાર્દિક પર સવાલ

યુસુફ પઠાણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું- સનરાઇઝર્સ હૈદરાબાદે 11 ઓવરમાં 160થી વધુ રન બનાવ્યા છે. જસપ્રીત બુમરાહને અત્યાર સુધી માત્ર 1 ઓવર જ કેમ આપવામાં આવી? તમારા શ્રેષ્ઠ બોલરે બોલિંગ કરવી જોઈએ. મને લાગે છે કે આ ખરાબ કેપ્ટનશિપ છે. યુસુફ પઠાણની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.