મરાઠા અનામત આંદોલન : ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા ઠપ્પ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Jagdish, Khabri Gujarat : મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલને જુવાળ પકડ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનની માંગને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન તેમજ હિંચક તોફાનો ફાટી નીકળતા મહારાષ્ટ્ર જ નહિ ગુજરાત સુધી તેની અસર પહોંચી છે. જી હા મરાઠા અનામત આંદોલનને પગલે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે એસટી પરિવહન સેવા ઠપ્પ થઈ જતા આંતરરાજ્ય મુસાફરી કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : જાણવું જરૂરી : આજથી દેશમાં લાગુ થશે આ નવા નિયમો

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનને પગલે ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આ આંદોલનની અસર મહારાષ્ટ્ર સાથે ગુજરાત પર પણ પડી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે શરૂ આંતરરાજ્ય બસ પરિવહન સેવા ઠપ્પ થઈ ગઈ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે દોડતી એસટી બસોને સાપુતારાના બસ સ્ટેશન પર અટકાવી દેવામાં આવી છે. જેના કારણે મહારાષ્ટ્ર જતા ગુજરાતના પ્રવાસીઓ સાપુતારા ખાતે ફસાયા છે. મહત્વનું છે કે મરાઠા અનામતના આંદોલનકારીઓ બસને નિશાન બનાવીને તોડફોડ કે નુકસાન કરતા હોય છે. તેથી એસટી વિભાગ દ્વારા બસ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ ગુજરાતની બોર્ડર પર જ બસને અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સુરતના ડેપો મેનેજરના જણાવ્યાં અનુસાર ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસો સાપુતારા નજીક થંભાવી દેવામાં આવી છે. સાથે જ જ્યાં સુધી આદેશ ન મેળે ત્યાં સુધી બસને સેવા ચાલુ ન કરવા સૂચના કરાયું છે.

આ પણ વાંચો : દિવાળી 11 કે 12 નવેમ્બર? જાણો તહેવારોની સિઝન વિશે સંપૂર્ણ માહિતી

મરાઠાવાડામાં 12 બસોમાં કરાઈ હતી તોડફોડ

ઉલ્લેખનીય છે, કે ઉગ્ર બનતા મરાઠા અનામત આંદોલને જાહેર મિલકત અને વાહનોને ભારે નુકાસન પહોંચાડ્યું છે. આ પહેલા મરાઠાવાડામાં મરાઠા અનામતની માંગ સાથે અલગ અલગ જિલ્લાઓમાં 12 જેટલી બસોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ. ધારાશિવથી લાતુર જતી બસ પર રવિવારે પથ્થરમારો કરાયો હતો, તો બીજી બાજુ ધારાશિવથી ઔસા અને વાલવડની બસને નિશાન બનાવી બસમાં તોડફોડ કરી હતી. જાનલા જિલ્લામાં પણ એસટી બસ પર પથ્થરમારો થતા બસના આશરે 26 રૂટ રદ્દ કરવા પડ્યાં હતા.

Read More : khabrimedia, khabrimedia Guajrat, Gujarati News, Gujarat Top news, Gujarat latest News, Breaking news, Gujarat, Gujarat-Maharashtra, Maratha Reservation Movement, Gujarat State Road Transport Corporation, GSRTC