જાણો, કોણ છે રતન ટાટાના સૌથી વિશ્વાસુ, કેટલી છે સેલેરી?

ખબરી ગુજરાત બિઝનેસ

N Chandrasekaran Salary : રતન ટાટાની ખૂબ જ નજીક માનવામાં આવતા એન ચંદ્રશેખરન (N Chandrasekaran)ના હાથમાં ટાટા ગ્રુપની કમાન છે. છેલ્લા સાત વર્ષથી તેઓ દેશની દિગ્ગજ કંપની ટાટા ગૃપને (Tata Group) સંભાળી રહ્યાં છે. રતન ટાટાને (Ratan Tata) તેના પર અતુટ વિશ્વાસ છે. એન ચંદ્રશેખરને ટાટા કંપનીને 128 અબજ ડોલર વેલ્યુએ પહોંચાડી છે. ટાટા-સાયરસ મિસ્ત્રી વિવાદ બાદ ચંદ્રશેખરનને ટાટા સંસ (Tata Sans)ના ચેરમેન બનાવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન – ઋષિકેશ પટેલ

PIC – Social Media

N Chandrasekaran Salary : ચંદ્રશેખરનની પત્નીનું નામ લલિતા છે અને તેને એક દીકરો પણ છે જેનું નામ પ્રણવ ચંદ્રશેખરન છે. એન ચંદ્રશેખરન (N Chandrasekaran) પાસે એક વૈભવી ઘર છે. જેને વર્ષ 2020માં 98 કરોડ રૂપિયામાં મુંબઈના પેડ્ડુર રોડ પર ખરીદ્યુ હતુ. જ્યારે તેની સેલેરીની વાત કરીએ તો દર વર્ષે ચંદ્રશેખરનના પગાર (N Chandrasekaran Salary)માં વધારો કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં તેની આવક 100 કરોડ રૂપિયા કરતા પણ વધુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મીડિયા રિપોર્ટ અનુસાર ચંદ્રશેખરનનો પગાર 2019માં 65 કરોડ રૂપિયા પ્રતિવર્ષ હતો. વર્ષ 2021-22માં તેને વધારીને 109 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતમાં સૌથી વધુ સેલેરી મેળવનાર બિઝનેસ એક્ઝિક્યુટિવી હતા. તેના નેતૃત્વમાં ટાટા ગ્રુપનો નફો 2022માં 64267 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે 2017માં આ નફો 36728 કરોડ રૂપિયા હતો. તેના પાંચ વર્ષના કાર્યકાળમાં ટાટા ગ્રુપની આવક રૂ. 6.37 લાખ કરોડથી વધીને રૂ. 9.44 લાખ કરોડ થઈ ગઈ.

ઇન્ટર્નથી સીઈઓ સુધીની સફર

ચંદ્રશેખરન શિક્ષણ પૂરુ કર્યા પછી વર્ષ 1987માં એક ઇન્ટર્ન તરીકે ટાટા કંસલ્ટેન્સી સર્વિસમાં (TCS) સાથે જોડાયા હતા. છેલ્લા બે દાયકાથી તેણે પોતાના મહેનત અને પ્રતિભાના જોરે સફળતા મેળવી અને અંતે વર્ષ 2007માં તેને ટીસીએસની બોર્ડમાં સામેલ કરવામાં આવ્યાં. સાથે જ ચીફ ઓપરેટિંગ ઓફિસર પણ બનાવામાં આવ્યાં. ત્યાર બાદ વર્ષ 2009માં 46 વર્ષની ઉંમરે ટીસીએસના સીઈઓ બની ગયા. તે ટાટા ગ્રુપમાં સૌથી યુવા સીઈઓ હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ખૂબ જ મહેનતુ વ્યક્તિ છે ચંદ્રશેખરન

એન ચંદ્રશેખરનનો જન્મ 1963માં તમિલનાડુના ખુબ જ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તે નાનપણથી જ ખૂબ મહેનતુ હતા. સાથે જ ફિટનેસને લઈને પણ તેઓ ખૂબ સજાગ રહેતા હતા. તેણે ક્યારેય તેના રૂટિન સાથે સમાધાન કર્યું નથી. ભલે તે ઓફિસના કામ માટે ગમે તેટલું મોડું થાય, તે દરરોજ સવારે 4 વાગે ઉઠે છે અને દોડે છે. એન ચંદ્રશેખરન મેરેથોન અને હાફ મેરેથોનમાં ભાગ લેવા માટે અનેક જગ્યાઓએ જઈ ચૂક્યા છે.