કિમ જોંગ ઉનની લુખી ડાટી, આ દેશને કહ્યું દુનિયામાંથી જ હટાવી દઇશું…

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત

North vs South Korea : નોર્થ કોરિયાના (North Korea) તાનાશાહ કિમ જોંગ ઉને (Kim Jong Un) ફરી એકવાર સાઉથ કોરિયાને ધમકી આપી છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું, કે જો દક્ષિણ કોરિયા (South Korea) તેના દેશમાં એક મિલીમીટરથી પણ ઓછા ક્ષેત્રનું ઉલ્લંઘન કરશે તો તેને યુદ્ધ માટે ઉશ્કેરણી માનવામાં આવશે.

આ પણ વાંચો : હિટમેન બન્યો ડકમેન, બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

PIC – Social Media

તેઓએ કહ્યું કે, જો દક્ષિણ કોરિયા (South Korea) અમારી જમીન, પાણી, હવામાં 0.0001 મિલીમિટર પણ દખલ કરશે તો અમે તેને યુદ્ધ (War) માટેની ઉશ્કેરણીની જેમ જોઈશુ. કિમે આગળ કહ્યું કે જો અમને ઉશ્કેરવામાં આવ્યા તો અમારી સરકાર બંને દેશો વચ્ચેની દરિયાઇ સીમાને પણ ધ્યાનમાં નહિ લે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સમાચાર એજન્સી એએફપી અનુસાર, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક ઇયોલે કહ્યું કે જો ઉત્તર કોરિયા કોઈપણ પ્રકારનો હુમલો કરશે તો તેનો દેશ પણ તેનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. તેઓએ કહ્યું કે અમને યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવશે તો અમે પણ અનેક ગણી તાકાત સાથે વળતો હુમલો કરીશુ. તેઓએ કહ્યું કે દક્ષિણ કોરિયા પાસે કિમ જોંગ પર પલટવાર કરવાની ક્ષમતા છે.

કિમ જોંગ ઉન એક્શન મોડમાં કેમ છે?

કિમ જોંગ ઉને હાલમાં જ સંવિધાનમાં બદલાવ કરી દેશની કેટલીક એજન્સીઓને રદ્દ કરી દીધી છે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની જાણકારી અનુસાર, કિમે સંવિધાનમાં ફેરફાર કર્યાં છે જેથી તે દક્ષિણ કોરિયાને પોતાના દેશમાં ભેળવી શકે .

કિંમ જોંગ ઉને કહ્યું કે કોરિયન દ્વીપકલ્પ પર તણાવની સ્થિતિ જોતા અનુમાન લગાવી શકાય છે કે અમારાથી ભૂલ થઈ હતી કે અમે રિપબ્લિકન ઓફ કોરિયા (દક્ષિણ કોરિયા) સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો. કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાને પોતાના દેશમાં ભેળવવા માટે યુદ્ધના મોડમાં જોવા મળી રહ્યાં છે. ઉત્તર કોરિયા પાસે મોટી સંખ્યામાં ન્યુક્લિઅર મિસાઇલ હોવાનું અનુમાન છે. જો કે તેની સંખ્યા કેટલી છે તેની સ્પષ્ટ જાણકારી નથી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

આ પહેલા પણ આપી હતી ધમકી

ગત અઠવાડિયે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને દક્ષિણ કોરિયાને પ્યોંગયાંગનો મુખ્ય દુશ્મન ગણાવ્યું હતું. એમ પણ કહ્યું કે તેનો યુદ્ધ ટાળવાનો કોઈ ઈરાદો નથી. તેણે દક્ષિણ કોરિયાને ધમકી આપી હતી કે જો તે ઉત્તર કોરિયા સામે બળનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ખતમ કરી દેવામાં આવશે. યુદ્ધ સામગ્રીની ફેક્ટરીનું નિરીક્ષણ કરતી વખતે તેમણે આ વાત કહી હતી.

આ પણ વાંચો : 16 January History – 16મી જાન્યુઆરીનો ભારત અને વિશ્વનો ઇતિહાસ મુખ્ય ઘટનાઓ

આ પહેલા 31 ડિસેમ્બરે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને પોતાની સેનાને આદેશ આપ્યો હતો કે જો કોઈ ઉશ્કેરણી થાય તો અમેરિકા અને દક્ષિણ કોરિયાનો સંપૂર્ણ સફાયો કરી દે.