મકાન ભાડે આપતા પહેલા રાખો આ ધ્યાન, નહિતર ભારે પડશે

ખબરી ગુજરાત બિઝનેસ

Tenant And Land Lord Rights: જો તમે તમારા મકાનને ભાડે આપતા હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ, કે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકના મનમાં એક ડર હોય છે કે ક્યાંક તે પોતાના મકાન પર કબ્જો ના કરી લે…

આ પણ વાંચો – જાણો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે કેટલી છે સંપતિ?

PIC – Social Media

Tenant And Land Lord Rights: જો તમે તમારા મકાનને ભાડે આપતા હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ કે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકના મનમાં એક ડર હોય છે કે ક્યાંક તે પોતાના મકાન પર કબ્જો ના કરી લે. જો કોઈ ભાડુઆત લાંબો સમય કોઈ પ્રોપર્ટીમાં રહે તો તે પોપર્ટી પર પોતાનો દાવો કરી શકે છે અને તેના પર કબ્જો પણ કરી શકે છે. તમે ઘણાં આવા કેસ જોયા પણ હશે. એવામાં સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું ખરેખર કાયદામાં એવી કોઈ જોગવાઈ છે ખરી? આજે અમે આપને તેના નિયમો વિશે સવિસ્તાર જણાવા જઈ રહ્યાં છીએ. જેથી કરીને તમે સરળતાથી પોતાનું ઘર ભાડે આપી શકો.

જાણો શું છે કાયદો

કાયદાના જાણકાર વ્યક્તિઓનું કહેવું છે, કે જો ભાડુઆત કોઈ સંપતિ પર પોતાનો દાવો કરી શકે નહિ. ભાડુઆતનો માલિકની સંપતિ પર કોઈ હક હોતો નથી. પરંતુ એનો અર્થ એ નથી કે ભાડુઆત એવુ ન કરી શકે. જણાવી દઈએ કે તે અલગ અલગ પરિસ્થિતિ પર આધાર રાખે છે. ઘણી વખત એવું પણ બને છે કે ભાડુઆત માલિકની સંપતિ પર દાવો કરી શકે. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટ એક્ટ અનુસાર એડવર્સ પજેશનમાં એવું નથી હોતુ. એમાં જેના કબ્જામાં સંપતિ હોય છે. તેને વેંચાવાનો અધિકાર પણ હોય છે. એટલે કે 12 વર્ષ સુધી કોઈ સંપતિ પર એડવર્સ પજેશન હોય તો તે સંપતિ પર પોતાનો અધિકાર મેળવી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

એડવર્સ પજેશન એટલે શું?

તમને સવાલ થતો હશે કે એડવર્સ પજેશન એટલે વળી શું? તો આવો એક ઉદાહરણ દ્વારા સમજીએ, ધારો કે કોઈ વ્યક્તિએ ભાડુઆતને પોતાની પ્રોપર્ટી રહેવા માટે આપી છે અને ભાડુઆત 11 વર્ષથી વધુ સમય તે પ્રોપર્ટીમાં રહે છે. તો ભાડુઆત તે સંપતિ પર પોતાના અધિકારનો દાવો કરી શકે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ માલિકની સંપતિ પર કબ્જો કરી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

એગ્રીમેન્ટ બનાવતી વખતે આટલુ ધ્યાન રાખો

જે મકાનમાલિકો તેમના મકાનને ભાડે આપી રહ્યા છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર ભાડા કરાર કરે, તો તમારા માટે સારું રહેશે કે તમારી પાસે કાનૂની દસ્તાવેજ હશે કે તમે તમારી મિલકત કોઈ અન્યને ભાડે આપી છે. આ સ્થિતિમાં કોઈપણ ભાડૂત તે મિલકતની માલિકીનો દાવો કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, લિમિટેશન એક્ટ 1963 હેઠળ, ખાનગી સ્થાવર મિલકત માટે મર્યાદાનો વૈધાનિક સમયગાળો 12 વર્ષ છે અને સરકારી સ્થાવર મિલકતના કિસ્સામાં આ સમયગાળો 30 વર્ષ છે. આ સમયગાળો કબ્જાના દિવસથી ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ 12 વર્ષથી વધુ સમયથી સ્થાવર મિલકત પર કબજો કરે છે, તો કાયદો પણ તે વ્યક્તિના પક્ષે રહે છે.