દ્વારકામાં કંગના રનૌતે લોકસભાની ચૂંટણીને લઈ આપ્યાં મોટા સંકેત

ખબરી ગુજરાત મનોરંજન

Jagidsh, Khabri Media Gujarat :

અભિનેત્રી કંગના રનૌત દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચી હતી. તેમજ જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં કંગનાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા રાજકારણમાં ઉતરવાનો સંકેત આપ્યો હતો. એટલું જ નહિ તેણે કહ્યું કે, શ્રી કૃષ્ણની કૃપા રહી તો ચૂંટણી લડીશ.

આ પણ વાંચો : ધનતેરસ પર શા માટે સાવરણી ખરીદવામાં આવે છે, જાણો મત્સ્ય પુરાણ શું કહે છે

મળતી જાણકારી મુજબ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારકાધીશના દર્શન કરવા દેવભૂમિ દ્વારકા પહોંચી હતી. તે દરમિયાન તેને દ્વારકાની મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેઅર કરી હતી. જેમાં તે સાડી લુકમાં ઘણી જ સુંદર અને શાંત જોવા મળી હતી. હાલ તે પોતાની ફિલ્મ તેજસને લઈ ખૂબ જ ચર્ચામાં છે. 27 ઓક્ટોબરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ તેજસ બોક્સઓફિસ પર જોઈએ એવી કમાલ કરી શકી નહોતી.

આ પણ વાંચો : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ રાજકોટમાં યોજી બેઠક, આપી આ સૂચના

કંગનાએ તસવીરો સાથે કેપ્શન લખ્યું હતું કે, “કેટલાક દિવસોથી હ્રદય ખુબ વ્યાકુળ છે. એવું મન થયું કે દ્વારકાધીશના દર્શન કરું. શ્રી કૃષ્ણની આ દિવ્ય નગરી દ્વારકામાં આવતાં જ અહીંની રજ માત્રની દર્શનથી એવું લાગ્યું કે, મારી તમામ ચિંતાઓ તૂટીને મારા પગમાં પડી ગઈ હોય. મારુ મન સ્થિર થઈ ગયું અને અનંત આનંદની અનુભુતી થઈ. હે દ્વારકાધીશ આવી જ રીતે આપની કૃપા બનાવી રાખજો, હરે કૃષ્ણ.”

લોકસભાની ચૂંટણીને લઈ આપ્યા મોટા સંકેત

દ્વારકાની મુલાકાત દમિયાન કંગના રનૌતે રાજકારણમાં ઉતરવાનો સંકેત આપતાં કહ્યું, કે ભગવાન કૃષ્ણની કૃપા રહી તો અગામી લોકસભા ચૂંટણી લડીશ. કંગના જ્યારે સવારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે પહોંચી ત્યારે પત્રકારોએ પૂછ્યું કે શું તમે આગામી લોકસભા ચૂંટણી લડશો. ત્યારે કંગનાએ કહ્યું કે, “શ્રી કૃષ્ણની કૃપા રહી તો લડીશુ.”

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.