Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જૂનાગઢ: ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શિકા બહાર પડાઈ

ગુજરાત

Dinesh Rathod, Khabri Gujarat
Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

Junagadh: દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

આટલું કરો
હંમેશા લાઇસન્સ ધરાવતી દુકાનેથી જ ફટાકડા ખરીદો, ફટાકડા બંધ ખોખા ડબ્બામાં રાખો, ફટાકડા સળગી ઊઠે કે સળગતી વસ્તુઓથી દૂર રાખો, ફટાકડાઓ સાથે સૂચવેલ સલામતીની બધી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરો, ફટાકડાઓ ફોડવા માટે રમતના મેદાન ખેતરો જેવી ખુલ્લી જગ્યા પસંદ કરો, ફટાકડા સળગાવતી વખતે તમારી જાતને સલામત અંતરે દૂર રાખો, ઉપયોગમાં લઈ લીધેલા ફટાકડાઓને પાણી ભરેલી ડોલમાં નાખો, દાજી જવાના કિસ્સામાં ઉપયોગમાં લઈ શકાય તે માટે પાણી ભરેલી ડોલ તૈયાર રાખો.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

આગ સામે મહત્તમ સલામતી માટે જાડા અને સુતરાઓ કપડા પહેરો આમ છતાં કપડા આગ પકડી લે તો થોભી જાઓ જમીન ઉપર આડા સૂઈ જાય આળોટો, ઈજાગ્રસ્તને દાજી જવાથી બળતરા થતી હોય તો તે ભાગ ઉપર બળતરા બંધ થઈ ન થાય ત્યાં સુધી પાણી (બરફનું પાણી નહીં) રેડવાનું ચાલુ રાખો, અગર આંગળી કે અંગૂઠા દાઝી/બળી ગયેલા હોય તો તેના ઉપર સૂકા ધંધો મુક્ત કરેલા ચોંટી ન જાય તેવા પાટા બાંધો.

ખાતરી કરો કે દાગ બળી ગયેલ અસરગ્રસ્ત ના સ્વાદ ચાલુ છે જો તે બંધ થઈ ગયેલ હોય અને હવાની અવરજવરમાં કોઈ અવરોધ હોય તો તે માર્ગ ખોલી નાખો જરૂર જણાય તો બચાવ શ્વાસ ચાલુ કરો,દાઝી/બળી ગયેલા ભાગને એવી રીતે રાખો કે જેથી દબાણ કે ઘર્ષણથી તેને રક્ષણ મળે, દાઝી/બળી ગયેલા ભાગને જંતુમુક્ત કરેલા ચોખા કપડાના પાટા વડે આવરી લો (ધાબળા કે ટુવાલનો આ માટે ઉપયોગ કરવો નહીં), યોગ્ય તબીબી સારવાર માટે બને તેટલી ઝડપથી ડોક્ટરનો સંપર્ક કરો.

જો આંખને દાજવાથી ઈજા થઈ હોય તો આંખના નિષ્ણાંત ડોક્ટરનો સંપર્ક કરો, જરૂર જણાય એ ફાયર બ્રિગેડ નો ફોન નંબર 101/108 ઉપર અને એમ્બ્યુલન્સ માટે ફોન નંબર 102/108 ઉપર સંપર્ક કરો, દિવાળીના તહેવારો દરમિયાન ત્યાં ડોક્ટરો પોતાની ફરજ ઉપર હાજર હશે તેની જાણકારી મેળવવી રાખો.

આટલુ ન કરો
લોકોને ભીડ ટોળામાં સાંકડી ગલી કે મકાનમાં ફટાકડા ન ફોડો, પુખ્ત વ્યક્તિ સાથે ન હોય તે રીતે બાળકોને ફટાકડા ફોડવા ન દો., ફટાકડા તમારા ખિસ્સામાં ન મૂકો કે તેને ગમે તેમ ફેકો નહીં, વધુ અવાજ માટે ફટાકડા ઉપર ડબલું કે કાચની શીશીનું આવરણ મૂકી સળગાવો નહીં, સળગાવ્યા પછી ફૂટીયા ન હોય તેવા ફટાકડાને ચકાસવાનો જોખમ લેશો નહીં.

પરંતુ તેને એમ જ છોડી દો અને નવો ફટાકડો સળગાવો, પોતાના હાથમાં જ ફટાકડા ફોડવાની શૂરવીરતા દેખાડવાનો જોખમ ન લેશો, તમે વાહનમાં હું અત્યારે ફટાકડા ના ફાડો, ફટાકડા ફોડતી વેળાએ ઢીલા ઢીલા અને લાંબા કપડા પહેરવાનું ટાળો આવા કપડા ઝડપથી આગ પકડી શકે છે.

આ પણ વાંચો: Rajkot: ટુ વ્હીલર માટે GJ-03-NH સીરીઝ અને ફોર વ્હીલર માટે GJ-03-NF સીરીઝનું યોજાશે રી ઈ-ઓકશન

બળી ગયેલા કપડા ઉતારો નહીં ,(સિવાય કે તે સહેલાઈથી નીકળી શકે તેમ હોય) પરંતુ તેની ખાતરી કરો કે ઈજાગ્રસ્ત મળતી કે ધુંધવાથી વસ્તુના સંપર્કમાં નથી, ચોંટી જાય તેવા પાટા પટ્ટી પડેલા ભાગ ઉપર લગાડવા નહીં, બળવા કે દાઝવાના કારણે થયેલા ફોલાને ફોળો કે તોડો નહીં.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.