Junagadh : ડ્રગ્સ સામેની ઝુંબેશમાં જુનાગઢ પોલીસનું સરાહનિય પગલું

ખબરી ગુજરાત ગુજરાત

Jagdish, Khabri Media Gujarat:

Junagadh : ગુજરાતમાં વધતા જતા દુષણને ડામવા અને જનજાગૃતિ કેળવવા માટે જુનાગઢ પોલીસ દ્વારા એક સરાહનિય પગલુ લેવાયું હતું. જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબશ અને જનજાગૃતિ માટે રન ફોર જુનાગઢનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકોએ દોડ લગાવી કાર્યક્રમને ભવ્ય સમર્થન આપ્યું હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ રન ફોર જુનાગઢમાં હજારો યુવાનોની દોડને ફ્લેગ ઓફ આપી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતુ.

આ પણ વાંચો : Sasan Gir : ગીરમાં આવતા પ્રવાસીઓ માટે નવું નજરાણું

24000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

જુનાગઢ પોલીસની ડ્રગ સામેની ઝુંબેશને જિલ્લાભરમાંથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. રન ફોર જુનાગઢ માટે 24,000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉપરાંત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ જુનાગઢ- ગુજરાત પોલીસની ડ્રગ વિરોધી ઝુંબેશને સમર્થન આપી ઘરે-ઘરે ડ્રગ સામેની લડાઈનો આ સંદેશો પહોંચે તે માટે સંકલ્પ લીધો હતો.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

હર્ષ સંઘવીએ હજારો લોકોને મોબાઇલની ફલેશ ઓન કરાવી ડ્રગ સામેની પોલીસની આ ઝુંબેશમાં જન સમર્થનના સંકલ્પ સાથે કહ્યું હતું કે તંદુરસ્ત જીવન માટેની આ લડાઈમાં જીત જનતાની થવાની છે.

2 વર્ષમાં 1364 ડ્રગ્સના દલાલોને જેલ ભેગા કર્યાં

રન ફોર જૂનાગઢના 5 અને 10 કિલોમીટર એમ બે દોડને શુભારંભ કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું, કે બે વર્ષમાં ગુજરાત પોલીસે 1364 લોકોને ડ્રગ વેચતા પકડી જેલ હવાલે કર્યા છે. ગુજરાત પોલીસ જનતાની સુરક્ષા અને સલામતી માટે રાત દિવસ ખડે પગે રહીને કામ કરી રહી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો : શું કોરોનાને હાર્ટ એટેક સાથે સંબંધ છે? ડોક્ટરોએ આપી A to Z માહિતી

દાદા દાદીના દોસ્ત પોર્ટલ લોન્ચ કર્યું

વડીલોને મદદ કરવાની દાદા દાદી ના દોસ્ત પોર્ટલ વેબસાઈટનું હર્ષ સંઘવી લોન્ચિંગ કર્યું હતું. ઉપરાંત ગુનેગારોની માહિતી આપતી સાવજ એપ્લિકેશન અને પોલીસ જવાનોના સ્વાસ્થય અને જવાનોને તણાવ મુક્ત રાખવાની ઝુંબેશ ડિજિટલ ડીટોકસનો પણ ગૃહરાજય મંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.

એસ.પી શ્રી હર્ષદ મહેતાએ લોકોને સંબોધિત કર્યાં કહ્યું, કે આ એક કાર્યક્રમ નથી પરંતુ આગામી સમયમાં વેગવંતી બનનારી જનજાગૃતિની ઝુંબેશ છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ યુવાઓ ડ્રગની બદીમાં ફસાઈ ન જાય તે માટે આ જનજાગૃતિ આપણે ઘરે ઘરે પહોંચાડવાની છે. આગામી સમયમાં યુનિવર્સિટી શાળા કોલેજોમાં પોલીસ રથ દ્વારા પણ જનજાગૃતિ ફેલાવશે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

કાર્યક્રમ દરમિયાન દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે જૂનાગઢના વિવિધ સમાજો, સંસ્થાઓ, વ્યવસાયક એકમો સહિતનાઓ દ્વારા દોડના રૂટ પર 28 સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા. તેમજ મંચ પર સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનારને નિર્ણાયકો દ્વારા 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતાં.