શું કોરોનાને હાર્ટ એટેક સાથે સંબંધ છે? ડોક્ટરોએ આપી A to Z માહિતી

ખબરી ગુજરાત ગુજરાત લાઈફ સ્ટાઈલ

રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ અમદાવાદમાં ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

આ પણ વાંચો : આખું દેશ બનશે અયોધ્યા

કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેકમાં શું તફાવત છે?

યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના નિયામક ડો.ચિરાગ દોશીએ હૃદય, તેની કામગીરી અને તેની સંરચના વિશે ટુંકમાં માહિતી આપતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિમાં સડન ડેથના ઘણા કારણો હોઈ શકે છે. “દરેક સડન ડેથ એ કાર્ડિયાક ડેથ હોતી નથી. જૂજ કિસ્સાઓમાં સડન ડેથનું કારણ હાર્ટ એટેક હોય છે.”

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

કાર્ડિયાક એરીધમિયા, મહાધમની વિચ્છેદન, મગજનો હુમલો, ફેફસાની નળીમાં ગાંઠ હોવી જેવા કારણો પણ વ્યક્તિની સડન ડેથ માટે જવાબદાર બનતા હોય છે. વ્યક્તિએ ચક્કર આવવા, શ્વાસોશ્વાસમાં મુશ્કેલી, ગભરામણ, છાતીમાં હળવો દુખાવો, ભાર લાગવો, શરીરના ડાબા ભાગમાં દુખાવો, પરસેવો, ઉબકા, ઉલટી જેવા લક્ષણોને હળવાશથી ન લેતા તાત્કાલિક અસરથી તેના નિદાન માટે તપાસ કરાવવી જોઈએ. જેથી કરીને સમયસર નિદાન અને સારવાર દ્વારા હૃદય રોગના હુમલાની સંભાવનાઓ નિવારી શકાય.

હૃદય રોગના હુમલા માટે ફેમિલી હિસ્ટ્રી, વધતી ઉંમર, જીવનશૈલી, તણાવ, ખાનપાન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ લેવલ, સ્મોકિંગ, તમાકુનું સેવન, ઓબેસિટી, જંક ફૂડ, સેડેન્ટરી લાઇફ, બિન કાર્યક્ષમજીવન શૈલી જેવા અનેક કારણો જવાબદાર છે.

આ પણ વાંચો : Gir Somnath : જેના માટે બસની સીટ રોકી, તે બસ ચૂકી ગયા : પાટિલ

શું કોરોનાને હાર્ટ એટેક સાથે સંબંધ છે?

મેરેંગો સીમ્સ હોસ્પિટલનાં કાર્ડિયોલોજીસ્ટ ડો. મિલન ચગે કહ્યું કે, નાની ઉંમરના 15 થી 25 વર્ષના બાળકોના કિસ્સામાં આવતા એટેક એ હાર્ટ એટેક નથી હોતા, પણ સામાન્ય કિસ્સામાં કાર્ડિયાક એરેસ્ટ હોય છે. અચાનક હાર્ટ એટેક આવવો અને હાર્ટ બંધ થઈ જવું તેવું માત્ર ત્રણથી ચાર ટકા કિસ્સામાં જ જોવા મળતું હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે સમાજમાં કોરોના થયા બાદ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે તેવી ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે તે સામાન્ય રીતે ખોટી છે. કોરોનાકાળ પહેલાના હાર્ટ એટેકના કેસો અને કોરોના બાદના હાર્ટ એટેકના કેસોમાં કોઈ મોટો ફરક આવ્યો નથી. એટલુ જ નહી, વેક્સિનના કારણે હૃદયની બીમારીઓ વધી ગઈ છે તેવી ભ્રમણા પણ ફેલાવવામાં આવી રહી છે, જે તદ્દન ખોટી છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવી ભ્રમણાથી દૂર રહેવું અને કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા શહેરની અલગ અલગ હોસ્પિટલના કોવીડ મહામારી એટલે કે વર્ષ 2020 અને કોવિડ મહામારી બાદના વર્ષ 2023 સુધીના હૃદયરોગના દર્દીઓના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના પહેલા વર્ષ 2018-19 માં કુલ હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા 8 થી 11 ટકા જેટલી હતી, જે કોરોના બાદના વર્ષ 2023 સુધીના આંકડામાં પ્રમાણે સરેરાશ 12% જેટલી જોવા મળી છે. જે દર્શાવે છે, કે કોવીડ પહેલા અને કોવિડ બાદ હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં કોઈ જ નોંધપાત્ર વધારો થયો નથી.

હાર્ટ એટેકના લક્ષણો

હાર્ટ એટેકના સાંકેતિક લક્ષણોમાં છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તક્લીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી વગેરેનો સમાવશ થાય છે.

હાર્ટ એટેકના અન્ય લક્ષણો એસીડીટી જેવું લાગવુ, પીઠદર્દ થવુ, જડબામાં દુ:ખવું, હાથ ભારે લાગવા વગેરેનો સમાવેશ થાય છે.

હાર્ટ એટેકની સારવાર

ઉપર્યુક્ત કોઇપણ લક્ષણો જણાય ત્યારે તુરંત નજીકની હોસ્પિટલમાં બતાવવું જોઈએ અને સમયસર તેનો ઇલાજ કરાવો જોઈએ. જેથી સડન ડેથ અથવા હૃદય હુમલાને લગતી લાંબાગાળાની તકલીફથી બચી શકાય.

આ પણ વાંચો : નિષ્ણાતોએ ચેતવણી આપી આ 4 વાયરસ 2050 સુધીમાં તબાહી મચાવી દેશે

હાર્ટ એટેક ન આવે તેના માટે કેવી કાળજી લેવી

સ્ટ્રેસમુક્ત લાઈફસટાઇલ કેળવવી.
નિયમિત આહાર અને સમયસર આહાર લેવો.
પુરતી ઊંધ લેવી.
તાજા, લીલા શાકભાજી તથા ફળ યુક્ત ખોરાક વધારે લેવા જોઈએ.
વધુ પડતા ઘી અથવા તેલમાં બનેલી ચીજવસ્તુ, જંકફુડ લેવાનું ટાળવું.
નિયમિત ચાલવું અને વ્યાયામ કરવો.
તમાકુ અથવા વ્યસન મુક્ત રહેવું.
40 વર્ષથી ઉંમર પછી નિયમિત બોડી ચેકઅપ કરાવવું