IPL 2024, CSK vs GT: ‘ચેન્નાઈ વાળા’ જ ગુજરાતને જીતાવશે મેચ!

ખબરી ગુજરાત રમતગમત

IPL 2024, CSK vs GT: ચેપોક મેદાન પર રમાનાર CSK vs GTના મેચમાં ફુલ એન્ટરટેઈનમેન્ટ મળનાર છે. કેમ કે આ મેચ માત્ર CSK માટે જ ઘરેલુ નથી પરંતુ ગુજરાત ટાઈટન્સ માટે પણ છે. એવુ પણ બને કે ચેન્નાઈના ખેલાડીઓના લીધે જ…

આ પણ વાંચો – આ એક્ટરે 13 વર્ષની ઉંમરે કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ, આજે છે કોમેડી કિંગ

PIC – Social Media

IPL 2024, CSK vs GT: ચેન્નાઈમાં ચેપોક સ્ટેડિયમ પર રમાનાર CSK vs GTનો મેચ ભારે રોમાંચક રહેશે. કેમ કે આ મેચ CSK કરતા ગુજરાત ટાઇટન્સના ઘર આંગણે રમાઈ રહ્યો છે. સીધી ભાષામાં કહીએ તો ચન્નાઈના ખેલાડીઓ જ શુભમન ગિલને મેચ જીતવામાં મદદ કરશે. આ ખેલાડીઓ ચેન્નાઈના હોવા છત્તા તે પીળી જર્શી માટે નહિ રમે. પરંતુ જો તે મેદાનમાં ઉતરશે તો શુભમન ગિલને જીતાડવા માટે…

અમે જે ખેલાડીઓની વાત કરીએ છીએ તે પાંચ ખેલાડીઓ છે જે તમામ 26 માર્ચે ચેપોકમાં ચેન્નાઈની સામે મેદાનમાં ઉતરશે. તમને કદાચ સવાલ થશે કે એવું કેમ? કેમ કે આ તમામ ખેલાડીઓ ગુજરાત ટાઇટન્સનો ભાગ છે ચેન્નાઈ સુપરકિંગ્સનો નહિ. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે CSK છે તો બેસ્ડ ટીમ પરંતું તેમાં એક પણ ચેન્નાઈનો ખેલાડી નથી. જ્યારે ગુજરાત ટાઈટન્સમાં પાંચ-પાંચ ખેલાડીઓ ચન્નાઈથી છે. એટલા માટે જ અમે કહી રહ્યાં છીએ કે આ મેચ ચેન્નાઈ કરતા ગુજરાત માટે વધુ ઘરેલુ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

‘ચેન્નઈના લોકો’ શુભમન ગિલને જીતાડવા માટે રમશે!

ગુજરાત ટાઇટન્સમાં જે 5 ખેલાડીઓ ચેન્નાઇના છે, તેમના નામ સાઇ સુદર્શન, સાઇ કિશોર, વિજય શંકર, શાહરૂખ ખાન અને સંદીપ વોરિયર છે. તેમાંથી પ્રથમ ત્રણ ખેલાડીઓ એટલે કે સાઈ સુદર્શન, સાંઈ કિશોર અને વિજય શંકર ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યા હતા અને પ્રથમ મેચમાં ટીમને જીત અપાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતની સ્ક્રિપ્ટ લખનાર આ ત્રણેય ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે આ તમામ સીએસકે અને જુનિયર સુપર કિંગ્સના ગ્રાસરુટ પ્રોગ્રામનો ભાગ રહી ચૂક્યા છે. આ સિવાય શાહરૂખ ખાન ચેપોકમાં IPL મેચ દરમિયાન બોલ બોયના રોલમાં જોવા મળ્યો છે.

ચેન્નાઈ વાળા vs ચેન્નાઈ સુપર કિંગ્સ… ફ્લેમિંગે શું કહ્યું?

જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગને હજુ પણ પોતાની જીતનો વિશ્વાસ છે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જે પ્રકારની સ્થિતિ અને ટીમ છે તે જોતા ગુજરાત ટાઇટન્સ માટે આ ઘરઆંગણાની મેચ જેવી હશે. તેના પર CSK કોચે કહ્યું- અત્યારે કહેવું મુશ્કેલ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

GT અને ચેપોક સામે સીએસકેનો રેકોર્ડ

રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલ બંનેએ IPLમાં પ્રથમ વખત સુકાની તરીકે પોતાની પ્રથમ મેચ જીતી છે. CSKએ RCBને હરાવ્યું છે જ્યારે GTએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. IPL પિચ પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 5 મેચ રમાઈ છે, જેમાં CSK 2 વખત અને GT 3 વખત જીતી છે. પરંતુ, આ વખતે સીએસકેના હોમ ગ્રાઉન્ડ પર મેચ છે, જ્યાં તેની જીતની ટકાવારી 70 ટકા છે. તેણે 64માંથી 45 મેચ જીતી છે અને 18માં હારનો સામનો કરવો પડ્યો છે.

IPL 2024નો ટ્રેન્ડ તૂટી જશે કે ચાલુ રહેશે?

આઈપીએલ 2024માં અત્યાર સુધીના ટ્રેન્ડ પર નજર કરીએ તો યજમાન ટીમ દરેક મેચ જીતી રહી છે. હવે જો ચેપોકમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો CSKની જીત નિશ્ચિત જણાય છે. હવે જોવાનું એ રહે છે કે શું ચેન્નાઈના લોકલ બોઇઝ ગુજરાત ટાઇટન્સ માટે IPL 2024નો ટ્રેન્ડ બદલશે?