‘ઘર’ નું સ્વપ્ન સાચા અર્થમાં પરિપૂર્ણ કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

ખબરી ગુજરાત ગુજરાત

કદી ન જોયેલું પાકા ઘરનું સ્વપ્ન પૂરું થયું – હર્ષ પટેલ લાભાર્થી

ભોલાવ ગામનાં નિવાસી હર્ષ પટેલ અને તેના પરિવાર માટે બની આ યોજના આશીર્વાદરૂપ…

મનિષ કંસારા
ભરૂચ: રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસ સ્થાન પૂરું પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાને શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક એવી સફળ મિશાલ છે કે તેમના જૂના કાચાં ઘરની જગ્યાએ પાકું ઘર બનાવી શક્યા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ યોજના સહાયથી લાભાન્વિત થનાર ભરૂચ જિલ્લાનાં ભોલાવ ગામ ખાતે રહેતા પ્રકાશભાઈ બચુભાઈ નાં દીકરા હર્ષ પટેલ જણાવે છે, મારું નામ હર્ષકુમાર પ્રકાશભાઈ પટેલ, ભોલાવ ગામે મારા પરિવારમાં માતા-પિતા અને એક બહેન સાથે રહીએ છીએ. મારા પિતા છુટક કામ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) નો લાભ મળ્યા પહેલા અમે કાચા ઘરમાં રહેતા હતા. કાચું ઘર હોવાથી ઠંડી, ગરમી, અને વરસાદથી મારા કુટુંબને પુરતું રક્ષણ મળતું ન હતું. વધુમાં શિયાળો અને ચોમાસા જેવી ઋતુમાં ખુબ મુશ્કેલી નડતી હતી. ગામમાં અન્ય વિકસિત કુટુંબોના પાકા ઘર જોતા અમને થોડું મનદુઃખ થતુ હતું. અને પાકુ ઘર ભવિષ્યમાં બનાવી શકાય એવી પરિસ્થિતિ ન હતી. પણ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ પ્લસ સર્વે – સર્વે ની યાદીમાં સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : Harda Blsat : વિસ્ફોટથી 5 કિમી વિસ્તારમાં તૂટ્યા કાચ, 11 લોકોના મોત
અમારું મકાન મંજુર થયું ત્યાર પછી મારા પિતાના ખાતામાં પ્રથમ હપ્તા પેટે રૂપિયા- ૩૦૦૦૦/- બેંક ખાતામાં જમા થતા જમા થયેલ રકમનો ઉપાડ કરી કર્યો, તથા કુટુંબનાં સભ્યો દ્વારા આવાસની કામગીરી શરૂ કરી અને જોત જોતામાં અમારું મકાન ઉભુ થઈ ગયું. આમ, કદી ન જોયેલું પાકા ઘરનું સ્વપ્ન અમારું પૂરું થયું. આ પાકુ મકાન બનાવવા સહાય પેટે રકમ આપવા માટે રાજ્ય સરકારનો હું આભાર માનું છું. અમારું પાકું ઘર બનતા અમારા કુટુંબનાં સભ્યો સાથે મકાનમાં ખુશીથી રહીએ છીએ.