ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું આ પ્રદર્શનમાં જોવા મળશે.

Junagadh: જૂનાગઢમાં યોજાશે અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરોનું સ્પેસ પ્રદર્શન

ખબરી ગુજરાત ગુજરાત
ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું આ પ્રદર્શનમાં જોવા મળશે.

Dinesh Rathod, Gujarat, Khabri Media
Junagadh: ચંદ્રયાન 3ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો, તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું આ પ્રદર્શનમાં જોવા મળશે. જે બાળકોથી માંડી સૌ કોઈ માટે ખૂબ રસપ્રદ અને જ્ઞાનપ્રદ બની રહેશે. અંદાજીત 15000 જેટલા સ્કૂલ કોલેજના મુલાકાતી આવનાર છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

જૂનાગઢના આંગણે ઐતિહાસિક બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે આગામી તા. 3, 4 અને 5 નવેમ્બર-2023ના દરમિયાન ઈસરો (ISRO)ના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર -SAC દ્વારા વિક્રમ સારાભાઈ એક્ઝિબિશન રાખવામાં આવેલ છે. જાહેર જનતા માટે પણ આ પ્રદર્શન ખુલ્લું જ રહેશે. ખાસ કરીને આ પ્રદર્શન તા.05 નવેમ્બરનાં જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શન તા.03મી નવેમ્બરનાં રોજ સવારે 10 કલાકે SAC ઈસરો અમદાવાદનાં ડાયરેક્ટર અને મુખ્ય મહેમાન એન.એમ.દેસાઈ દ્વારા ખુલ્લું મૂકાનાર છે.

આ પણ વાંચો: રાજકોટમાં યોજાશે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પ, જાણો સ્થળ અને સમય

જે પ્રસંગે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ ચેતન ત્રિવેદી, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર વી.પી. ચોવટીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. તેમ પ્રો. ડૉ. આર.પી.ભટ્ટની અખબારી યાદીમાં જણાવાયું છે.