Jobs : ઇઝરાયલમાં કામ કરવાની ઉત્તમ તક

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Jagdish, Khabri Media Gujarat

Jobs : ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ગાઝાના નાગરિકોને પોતાના દેશમાં કામ કરવાની પરમિટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈઝરાયલની કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીએ સરકાર પાસે 90 હજાર પેલેસ્ટાઈનોની જગ્યાએ 1 લાખ ભારતીય કારીગરોની ભરતી માટે મંજૂરી માંગી છે.

આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં ઉજવાશે ‘જળ ઉત્સવ 2023’

વેસ્ટ બેન્કના વોઇસ ઓફ અમેરિકાના એક રિપોર્ટમાં ઈઝરાયલ બિલ્ડર્સ એસોસિએશનના ઉપાધ્યક્ષ હેમ ફિગ્લિને કહ્યું કે, “અમે હાલ ભારત સાથે વતાચીત કરી રહ્યાં છીએ. અમને અમારા પ્રસ્તાવોની મંજૂરી માટે ઇઝરાયલી સરકારની મંજૂરીની રાહ છે. અમને આશા છે કે ઇઝરાયલને સુચારુ રૂપે ચલાવવા માટે ભારતમાંથી 50 હજાર થી એક લાખ શ્રમિકો લઈ આવવાની જરૂર છે.”

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આ વર્ષે મે મહિનામાં ઇઝરાયલે ભારત સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યાં હતા, જે અંતર્ગત 42 હજાર ભારતીઓને ઇઝરાયલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી.

ઇઝરાયલના કંસ્ટ્રક્શન સેક્ટરમાં 25 ટકાથી વધુ પેલેસ્ટાઈનના લોકો છે

અહેવાલ અનુસાર ઇઝરાયલના કંસ્ટ્રક્શન સેક્ટરમાં 25 ટકા પેલેસ્ટાઈનના લોકોની મદદ લેવામાં આવે છે. જેમાં 10 ટકા લોકો ગાઝા વિસ્તારમાંથી આવે છે. હેમ ફિગ્લિને કહ્યું, કે અમે યુદ્ધ વચ્ચે ફસાયા છીએ અને પેલેસ્ટાઈન નાગરિક કંસ્ટ્રક્શન સેક્ટરમાં 25 ટકા યોગદન આપે છે. યુદ્ધની શરૂઆત બાદ તેઓને દેશમાં કામ કરવાની મંજૂરી નથી.

આ પણ વાંચો : ‘આત્મન’ જણાવશે ક્યાં છે કેટલું હવા પ્રદૂષણ, IIT કાનપુરે તૈયાર કર્યું આ ઉપકરણ

યુદ્ધ પહેલા ગાઝાના 18 હજાર નાગરિકોને ઇઝરાયલમાં છૂટક કામો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગાઝામાં બેરોજગારી દર 50 ટકા છે. ગાઝાના લોકોને ઇઝરાયલમાં કામ કરવા માટે પરમિટ મેળવવામાં ઘણી મહેનત કરવી પડે છે. ઇઝરાયલ દ્વારા ગાઝાના નાગરિકોને આપવામાં આવેલી પરમિટને લઈ ગાઝામાં ગરીબી અને લાચારીની હાલતમાં સ્થિરતા આવી હતી.
ગાઝાવાસીઓની પરમિટ રદ્દ કરાયા બાદ ત્યાંના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.