IPL 2024 : શું આ 3 દિગ્ગજ ખેલાડી છોડશે મુંબઈ ઇન્ડિયન્સ?

ખબરી ગુજરાત રમતગમત

Mumbai Indians : IPL 2024ની હરાજી થઈ ચૂકી છે પરંતુ હજુ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમનો હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ જ છે. જ્યારથી હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ટીમની કમાન સંભાળી ત્યારથી જ MI ટીમમાં અફવાઓનું બજાર ગરમાતુ રહ્યું છે. આ દરમિયાન વધુ એક અફવાએ જોર પકડ્યું છે કે ટીમને કેટલાક ખેલાડીઓ છોડે એવી શક્યતા છે. જેમાં સૌથી પહેલા મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નું નામ સામે આવ્યું હતુ. હવે એવી ચર્ચા છે કે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav), જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને ઇશાન કિશન (Ishan Kishan) કેપ્ટનશિપમાં થયેલા બદલાવથી ફ્રેન્ચાઇઝી છોડવાનું વિચારી રહ્યાં છે.

આ પણ વાંચો : ભારતના 5 અનોખા ગામ, જેમાંથી બે તો ગુજરાતમાં છે

PIC – Social media

રોહિત શર્માને કેપ્ટનશિપ છોડાવ્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) સહિત તમામ ક્રિકેટ ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોએ મુંબઈ ઇન્ડિયન્સના આ નિર્ણયની ભારે ટીકા કરી છે. રોહિત 10 વર્ષથી મુંબઈ ઇન્ડિયન્સની કમાન સંભાળી રહ્યો હતો. તેની કેપ્ટનશિપમાં મુંબઇની ટીમ 5 વાર આઈપીએલ ચેમ્પિયન બની હતી. તેને લઈ આ નિર્ણયથી ઘણાં લોકો નારાજ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ત્યારે હવે સોશિયલ મીડિયામાં એવી અફવાઓ ઉડી છે કે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ભારતીય ખેલાડી ફ્રેન્ચાઇજી સાથે છેડો ફાડવાની તૈયારીમાં છે. પરંતું, મુંબઈ ઇન્ડિયન્સના એક અધિકારીએ આ વાતનું ખંડન કર્યું છે, તેઓએ કહ્યું કે આ સિઝનમાં કોઈપણ ખેલાડી ફ્રેન્ચાઇઝીની બહાર નહિ જાય.

આ અધિકારીએ સિનિયર ખેલાડીઓને ટીમ છોડવાની અફવાઓનું ખંડન કર્યું છે. તેઓએ ક્રેકબજને કહ્યું કે સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. મુંબઈ ઇન્ડિયન્સનો કોઈપણ ખેલાડી ટીમ બહાર નહિ જાય. તેમજ અમારી સાથે કોઈ ટ્રેડ પણ નહિ થાય.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે, નિર્ણય લેતા પહેલા દરેક ખેલાડીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. રોહિતને પણ જાણ કરવામાં આવી હતી અને તે પણ આ નિર્ણયનો ભાગ હતા. જો કે રોહિતને લઈ બાદમાં પણ મુંબઈ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે ટિમ સાથે જ રહેશે.

મુંબઈના હેડકોચ માર્ક બાવચરે કરી સ્પષ્ટતા

મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ બાઉચરે પણ જ્યારે રોહિતને લઈ નિર્ણય વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે આ વિશે ખૂબ વિચારમાં આવ્યું હતુ. આ વિશે ફ્રેન્ચાઇઝીની લિડરશિપ યુનિટ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બાઉચરે કહ્યું કે, મને લાગે છે કે આ સંપૂર્ણ બદલાવનો સમય છે. આ ક્રિકેટની રમત છે. મુંબઈ ઇન્ડિયન્સ આગળ વધી રહી છે. રોહિત અમારા માટે શાનદાર ખેલાડી રહ્યાં છે. તેઓ અમારા માટે એક દિગ્ગજ ખેલાડી છે.

આ પણ વાંચો : ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રોકાણ મેળવનાર રાજ્ય બન્યું ગુજરાત

કેપ્ટનશિપમાં બદલાવને લઈ ચાલી રહેલી નારાજગીની અફવાઓ પર બાઉચરે કહ્યું કે, શું હું આ વિશે કંઈ કહી શકુ? મે સોશિયલ મીડિયામાં આ પ્રકારની ઘણી અફવાઓ સાંભળી છે, પરંતું હું તેની અંદર વધુ ઉતર્યો નથી. હું એ કહી શકુ, કે અમે તમામ પરિસ્થિતિને ખુબ જ સારી રીતે સંભાળી છે. અમે આસપાસની વસ્તુઓ સંબંધિત ભાવનાઓને સમજીએ છીએ, આ મુંબઈ ઇન્ડિયન્સ માટે એક ટ્રાન્જેશન ફેસ છે.

આઈપીએલમાં ટ્રેડ વિંડોનો નિયમ શું છે?

ઘણાં મીડિયા રિપોર્ટ પ્રમાણે બુધવાર 20 ડિસેમ્બરથી ટ્રેડ વિન્ડો ખુલ્યા બાદ કેટલાક ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝીમાં ટ્રેડ કરવા માંગે છે. આઈપીએલના નિયમ અનુસાર, લીગ શરૂ થાય તેના 30 દિવસ પહેલા સુધી વિન્ડો ખુલી રહેશે.