IPL 2024 Schedule : જાણો, કઈ બે ટીમ વચ્ચે રમાશે પહેલો મેચ

ખબરી ગુજરાત રમતગમત

IPL 2024 Schedule : ઇન્ડિયન પ્રિમીયર લીગની 17મી સિઝનનું પહેલુ શેડ્યુલ જાહેર થઈ ગયું છે. જેમાં ટુર્નામેન્ટ 22 માર્ચથી શરુ થશે અને પ્રથમ મુકાબલો CSK અને RCB વચ્ચે રમાશે. હાલ પ્રથમ ફેજ માટે 17 દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે

PIC – Social Media

વર્ષ 2024માં રમાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, 2 તબક્કામાં શેડ્યૂલ જાહેર કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થશે જેમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. હાલમાં, પ્રથમ તબક્કામાં 17 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જે 7 એપ્રિલ સુધી છે. સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે બીજા તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા IPLના તમામ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ

આ વખતે આઈપીએલ સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે, જ્યારે T20 વર્લ્ડ કપ પણ તેની સમાપ્તિ પછી તરત જ રમાશે. આવી સ્થિતિમાં ઘણા ખેલાડીઓ માટે ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે સિઝન શરૂ થતા પહેલા જ પોતાના નામ પરત ખેંચી લીધા છે. IPLની આગામી સિઝનમાં રમી રહેલી તમામ 10 ટીમોને 2 અલગ-અલગ ગ્રૂપમાં વિભાજિત કરવામાં આવશે, જેમાં એક ગ્રૂપની ટીમો એકબીજા સામે 2 મેચ રમશે, જ્યારે બીજા ગ્રૂપની ટીમોએ માત્ર એક જ મેચ રમવાની રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ગત સિઝનમાં ટ્રોફી જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં કેટલાક નવા ખેલાડીઓની એન્ટ્રી પણ જોવા મળી છે, જેમાં રચિન રવિન્દ્રનું નામ પણ સામેલ છે, જેણે ODI વર્લ્ડ કપમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

મોહમ્મદ શમી ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આઉટ

IPLની છેલ્લી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલ મેચ હારી ગયેલી ગુજરાત ટાઈટન્સ ટીમને આગામી સિઝનની શરૂઆત પહેલા જ મોટો ફટકો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રૂપમાં લાગ્યો છે, જે અનફિટ હોવાને લીધે આખી ટુર્નામેન્ટમાં નહિ જોવા મળે. આ ઉપરાંત અત્યાર સુધીની 2જી આઈપીએલ સિઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમી ચૂકેલી ગુજરાતની ટીમ 17મી સિઝનમાં યુવા ખેલાડી શુભમન ગિલની કપ્તાનીમાં રમતી જોવા મળશે. આ સિવાય ઋષભ પંત પણ IPLની આ સિઝનમાં લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરતો જોવા મળશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

IPL 2024 સીઝનના પ્રથમ તબક્કાનું સંપૂર્ણ શેડ્યૂલ અહીં જુઓ.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 22 માર્ચ (ચેન્નઈ)
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ, 23 માર્ચ (મોહાલી)
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ, 23 માર્ચ (કોલકાતા)
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ, 24 માર્ચ (જયપુર)
ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ, 24 માર્ચ (અમદાવાદ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ, 25 માર્ચ (બેંગલુરુ)
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ, 26 માર્ચ (ચેન્નાઈ)
સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ, 27 માર્ચ (હૈદરાબાદ)
રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ, 28 માર્ચ (જયપુર)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 29 માર્ચ (બેંગલુરુ)
લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ, 30 માર્ચ (લખનૌ)
ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ, માર્ચ 31 (અમદાવાદ)
દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ, માર્ચ 31 (વિશાખાપટ્ટનમ)
મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ, 1 એપ્રિલ (મુંબઈ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ, 2 એપ્રિલ (બેંગલુરુ)
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ, 3 એપ્રિલ (વિશાખાપટ્ટનમ)
ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ, 4 એપ્રિલ (અમદાવાદ)
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ, 5 એપ્રિલ (હૈદરાબાદ)
રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 6 એપ્રિલ (જયપુર)
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ, 7 એપ્રિલ (મુંબઈ)
લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ, 7 એપ્રિલ (લખનૌ)