ભારત 2027 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે

ખબરી ગુજરાત બિઝનેસ

Indian Economy : 2027 સુધીમાં, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે.

આ પણ વાંચો – મોદીની ગેરંટી – અમૂલને વિશ્વની નંબર 1 ડેરી બનાવવા સરકાર પ્રતિબદ્ધ

PIC – Social Media

Indian Economy : ભારતીય અર્થવ્યવસ્થાના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાવા જઈ રહી છે. 2027 સુધીમાં, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી છે. બ્રોકરેજ ફર્મે એમ પણ કહ્યું છે કે ભારતીય શેરબજાર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 20 વર્ષોમાં શેરબજાર 10-12 ટકા USD CAGR થી વધી રહ્યું છે. તે હવે 5મું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ છે. આ ગતિએ વૃદ્ધિને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 2030 સુધીમાં $10 ટ્રિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. બ્રોકરેજ ફર્મ અનુસાર, છેલ્લા 10 વર્ષોમાં યુએસ ડોલરમાં ભારતનો જીડીપી 7 ટકાના સીએજીઆરથી વધીને $3.6 ટ્રિલિયન થઈ ગયો છે. આ રીતે તે 8મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પણ સહમત

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના પ્રમુખ બોર્જ બ્રેન્ડે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત આગામી વર્ષોમાં USD 10 ટ્રિલિયન અર્થતંત્ર અને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. બ્રેન્ડે જણાવ્યું હતું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) જ્યારે સમય આવે ત્યારે ભારત સરકારના સહિયોગથી WEF ઇન્ડિયા શિખર સંમેલન સાથે દેશમાં ફરી આવવાની આશા કરું છુ. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે.

બ્રેન્ડે કહ્યું, ભારત સારી સ્થિતિમાં છે અને સમય જતાં ભારત અમેરિકા અને ચીન પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભૌગોલિક રાજનૈતિક સંઘર્ષોનો સામનો કરવામાં ભારતની ભૂમિકા અંગે, તેમણે કહ્યું કે અમે આગામી વર્ષોમાં વૈશ્વિક રાજદ્વારી લેન્ડસ્કેપ પર ભારતની મોટી છાપ જોશું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ભારતનો વિકાસ દર 6 થી 8 ટકા રહેશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી 10 વર્ષમાં ભારત સતત 6 થી 8 ટકાના વિકાસ દરે આગળ વધશે. તેમણે કહ્યું કે સ્થાનિક અને વૈશ્વિક બજારોનો લાભ લેવા માટે વૈશ્વિક કંપનીઓને દેશમાં આમંત્રિત કરવામાં આવી રહી છે. રેલ્વે, કોમ્યુનિકેશન અને આઈટી મંત્રી વૈષ્ણવે ‘રાયસીના ડાયલોગ 2024’માં કહ્યું કે ભારત વિશ્વ અને નવા વિચારો માટે ખુલ્લુ છે. તેમણે કહ્યું, “ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ સારા દરે સતત વિકાસ કરી રહી છે. ભારત આગામી 10 વર્ષમાં 6 થી 8 ટકાના વિકાસ દરે આગળ વધવાનું ચાલુ રાખશે.