Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

જાણો, ભારતના ગૌરવ મહાન વૈજ્ઞાનિક C V Raman વિશે રસપ્રદ માહિતી

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Sir C.V. Raman: તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં 07 નવેમ્બર, 1888ના રોજ જન્મેલા ચંદ્રશેખર વેંકટ રમન (Sir Chandrasekhara Venkata Raman) તેમના માતા-પિતાના બીજા સંતાન હતા. તેમના પિતા ચંદ્રશેખરન રામનાથન અય્યર ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા. સીવી રમનના જન્મ સમયે પરિવાર આર્થિક રીતે અસ્થિર હતો. સીવી રમણ જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા લેક્ચરર બન્યા, જેનાથી પરિવારની પરિસ્થિતિમાં સુધારો થયો. પરિવારની આર્થિક સ્થિતિ સુધર્યા બાદ તેમનો પરિવાર વિશાખાપટ્ટનમ આવી ગયો. તેમનું શિક્ષણ ખૂબ જ નાની ઉંમરથી અસાધારણ હતું, સીવી રામન હંમેશા વિજ્ઞાન તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હતા.

સી.વી.રમનનું શિક્ષણ

સીવી રમનનું શિક્ષણ શાળામાં શરૂ થયું ન હતું, પરંતુ તે સમયે જ તેમને વિજ્ઞાન પ્રત્યેના સમર્પણનો અહેસાસ થયો. 11 વર્ષની ઉંમરે તેમણે 10મું ધોરણ પાસ કર્યું હતું. ત્યારબાદ 14 વર્ષની ઉંમરે, રમને 1903માં પ્રેસિડેન્સી કોલેજમાં સ્નાતકની ડિગ્રી શરૂ કરી. વર્ષ 1904 માં, તેમણે તેની ડિગ્રી પૂર્ણ કરી, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં મેડલ જીતીને તેઓ ટોપર તરીકે ઉભરી આવ્યા.

આ પણ વાંચો: આ અભિનેતાની સૌથી વધુ ફિલ્મો થઈ છે ઓસ્કાર માટે નોમિનેટ

જોકે તેમના પ્રોફેસરે તેમને યુકેમાં તેમના માસ્ટર્સ માટે અભ્યાસ કરવાની સલાહ આપી હતી. પરંતુ તેમની ખરાબ તબિયતને કારણે તેમણે આ વિચાર મુલતવી રાખ્યો હતો. ભારતમાં રહીને તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 1907માં પ્રેસિડેન્સી કોલેજમાંથી માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તેમણે નાણાં વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. વર્ષ 1917માં તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર બન્યા હતા. જ્યાં તેમણે તેમના સંશોધનને આગળ વધાર્યું અને વિવિધ પદાર્થોમાં પ્રકાશના વિખેરવાનો અભ્યાસ કર્યો. આ સંશોધનને કારણે સીવી રમનને ઘણી લોકપ્રિયતા અને પ્રશંસા મળી.

સીવી રમનની શોધ
મહાન વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા સર સી વી રમન બાયોગ્રાફીની અનુસાર 1928માં તેમણે તેમની પ્રખ્યાત રમણ પ્રભાની શોધ કરી. આ શોધથી સમુદ્રનું પાણી કેમ વાદળી હોય છે તે જ નહીં પણ એ પણ બહાર આવ્યું કે જ્યારે પણ પ્રકાશ પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે, ત્યારે તેની પ્રકૃતિ અને વર્તન બદલાય છે. તેનાથી પણ વિશેષ વાત એ છે કે આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે કોઈ ભારતીયને વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મળ્યો હોય. આ કારણોસર, 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો: Surendranagar Fire : કોમ્પલેક્ષની દુકાનોમાં લાગી ભીષણ આગ

સીવી રમનને મળેલા પુરસ્કારો અને સન્માન:
ચંદ્રશેખર વેંકટ રમનને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા:-1924માં રમનને લંડનની રોયલ સોસાયટીના સભ્ય બનાવવામાં આવ્યા.

28 ફેબ્રુઆરી 1928ના રોજ ‘રમન ઈફેક્ટ’ની શોધ થઈ હતી. આ મહાન શોધની યાદમાં ભારતમાં દર વર્ષે 28મી ફેબ્રુઆરીને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષ 1929 માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની અધ્યક્ષતા.નાઈટહુડ પુરસ્કાર વર્ષ 1929માં આપવામાં આવ્યો હતો.વર્ષ 1930 માં, તેમને પ્રકાશના પકિર્ણન અને રમન ઈફેક્ટની શોધ માટે ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર મળ્યો.

આ પણ વાંચો: જાણો, 07 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

રામનને 1947માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય વ્યાખ્યાતાનું પદ એનાયત કરવામાં આવ્યું હતું.તેમને 1948માં અમેરિકન કેમિકલ સોસાયટી અને ઈન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન સાયન્સ દ્વારા ઈન્ટરનેશનલ કેમિકલ કલ્ટિવેશન સાયન્સ એવોર્ડ પણ મળ્યો હતો.

વર્ષ 1954માં ભારતરત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.વર્ષ 1957માં લેનિન શાંતિ પુરસ્કાર એનાયત થયો.ઑક્ટોબર 1970 માં, સીવી રમનને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીવી રમનનું 21 નવેમ્બર 1970ના રોજ બેંગલુરુમાં 82 વર્ષની વયે અવસાન થયું હતું.