સૂર્યકિરણ એર શો : વાયુસેનાના દિલધડક કરતબોથી લોકો મંત્રમુગ્ધ

ખબરી ગુજરાત ગુજરાત

@મનિષ કંસારા

Surya Kiran Air Show: જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન(બી.ડી.એમ.એ) અને‌ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ(બી.સી.સી)ના સંયુક્ત ઉપક્રમે આજે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લેનું ભરૂચ ખાતે આયોજન કરાયું હતુ.

આ પણ વાંચો : 114 કળશોના જળથી કરાશે રામલલ્લાની મૂર્તિને સ્નાન, જાણો આજનો કાર્યક્રમ

આ દરમિયાન ભારતીય વાયુ સેનાની (Indian Air Force) સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ (Aircraft) એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. એરક્રાફ્ટ એરોબેટિક ટીમે ભરૂચના દહેગામ ખાતે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે પર હવાઈ કરતબ બતાવીને ગગન ગજવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ભરૂચના નાગરિકોએ આ સૂર્ય કિરણ એર શોને ખૂબ દિલથી માણ્યો છે. ભારતીય વાયુ સેનાએ નવયુવાનોને સંરક્ષણ ક્ષેત્રની પ્રગતિનો પરિચય આપીને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે. તે બદલ ટીમનો જિલ્લા કલેક્ટરે આભાર વ્યક્ત કર્યો હતો.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આજે ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દ્વારા ભરૂચના દહેગામ ખાતે દિલ્હી – મુંબઇ એક્સપ્રેસ વે પર દિલધડક એર-શોનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એરક્રાફ્ટ એરોબેટિક ટીમે માં નર્મદા તથા આલ્ફાબેટીકના વિવિધ આકાર તથા ડી એન એ રેપલિકાના દ્વશ્યો ગગનમાં બનાવીને ભરૂચ વાસીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. લોકો પણ વાયુસેનાના દિલધડક કરતબો જોઈ ચકિત થઈ ગયા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન(બી.ડી.એમ.એ) નાં અધિકારીઓ અને‌ ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ(બી.સી.સી) નાં અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.