ગૂગલ પોતાની આ એપ કરશે બંધ, આ રીતે કરો ડેટા ટ્રાન્સફર

ખબરી ગુજરાત બિઝનેસ

Google Podcasts : ગૂગલ પોતાની એક પોપ્યુલર એપને એન્ડ્રોઇડ અને આઈએસઓ યુઝર્સ માટે ટૂંક સમયમાં હટાવા જઈ રહ્યું છે. જો તમે આ એપની સર્વિસનો લાભ લઈ રહ્યાં હો તો જાણો તમે તમારો ડેટા કઈ રીતે ટ્રાન્સફર કરી શકશો.

આ પણ વાંચો : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો શંખનાદ, રાજ્યમાં 26 કાર્યાલયનું ઉદ્ઘાટન

PIC – Social media

Google Podcasts : જો તમે હાલમાં તમારા મનપસંદ શો સાંભળવા માટે Google Podcasts નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. કંપની 2 એપ્રિલ, 2024 થી આ સેવા બંધ કરવા જઈ રહી છે. એટલે કે આ પછી તમારે અન્ય એપ્સમાંથી પોડકાસ્ટ સાંભળવું પડશે. જો કે આ સેવા બંધ કરતા પહેલા ગૂગલ યુઝર્સને ડેટા ટ્રાન્સફરની સુવિધા આપી રહ્યું છે. જો તમે Google Podcast એપ્લિકેશનમાં કંઈ સેવ કરીને રાખ્યું હોય, તો તમે તેને અન્ય પોડકાસ્ટ એપ્લિકેશનમાં ટ્રાન્સફર કરી શકો છો.

શા માટે કંપની એપ બંધ કરી રહી છે?

ગૂગલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગૂગલ પોડકાસ્ટ એપને બંધ કરવાની જાણકારી કરી હતી. આ એપ બંધ કરવાનું એક કારણ એ છે કે મોટાભાગના શ્રોતાઓ યુટ્યુબ દ્વારા પોડકાસ્ટ સાંભળે છે. એડિસન સર્વેક્ષણ મુજબ, યુ.એસ.માં સાપ્તાહિક પોડકાસ્ટના 23% વપરાશકર્તાઓ માટે YouTube એ ટોચની સેવા છે, જ્યારે Google પોડકાસ્ટનો ઉપયોગ ફક્ત 4% દ્વારા કરવામાં આવે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કંપનીએ કહ્યું કે આ એપ 2 એપ્રિલ પછી યુએસમાં કામ નહીં કરે. આ પછી, વપરાશકર્તાઓ એપ્લિકેશનમાં નવા પોડકાસ્ટ સાંભળી શકશે નહીં. જો તમે આ તારીખ ચૂકી ગયા હો, તો તમે જુલાઈ 2024 સુધી તમારો પૉડકાસ્ટ ડેટા YouTube અથવા અન્ય ઍપમાં ટ્રાન્સફર કરી શકો છો.

YouTube મ્યુઝિકમાં આ રીતે ડેટા ટ્રાન્સફર કરો

સૌથી પહેલા તમારે Google Podcast એપ પર જવું પડશે અને Export Subscription પર ક્લિક કરવું પડશે. અહીં તમને 2 ઓપ્શન મળશે, યુટ્યુબ મ્યુઝિક અને અન્ય એપમાં ડેટા ટ્રાન્સફર કરી શકશો, આમાંથી તમારે યુટ્યુબ મ્યુઝિક એપ પસંદ કરવાની રહેશે. આ પછી તમારે યુટ્યુબ મ્યુઝિક પર આવીને તમારું ઈમેલ આઈડી કન્ફર્મ કરવાનું રહેશે. આ પછી તમારે RSS ફી ઉમેરવા માટે Agree બટન પર ક્લિક કરવાનું રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમે લાઇબ્રેરીની અંદર પોડકાસ્ટ જોઈ શકશો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

જો તમે બીજો વિકલ્પ પસંદ કરો છો તો તમારે OPML ફાઇલ ડાઉનલોડ કરવી પડશે. તમે સંબંધિત એપમાં આ ફાઇલ ખોલીને ડેટા ટ્રાન્સફર કરી શકો છો.