Dinesh Rathod, Khabri Gujarat
Gujarat News: ગુજરાતમાં પોલીસ વિભાગ માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના ગૃહ રાજ્ય વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જેલ ખાતાના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેલ ખાતાનાકર્મચારીઓ સિપાઈ, હવાલદાર અને સુબેદારના વિવિધ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા સાઇટ ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
જેલ ખાતામાં સેવા આપતા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે પોલીસ વિભાગ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેલ ખાતાના કર્મચારીઓને આપવામાં આવતા વિવિધ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલ ખાતાના કર્મચારીઓ સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
પોલીવિભાગ માટે ગુજરાત સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેલ ખાતાના કર્મચારીઓ સિપાઈ, હવાલદાર અને સુબેદારના ભથ્થામાં વધારો કરાયો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં 3500થી 5000નો વધારો કરાયો છે. ફિક્સ પગારના જેલ સહાયકને 3500નો વધારો કરાયો છે. સિપાઈના ભથ્થામાં 4000 રૂપિયાનો વધારો કરાયો છે. તો હવલદારના ભથ્થામાં 4500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢ: ફટાકડા ફોડવા અંગે સલામતી માર્ગદર્શિકા બહાર પડાઈ
સુબેદારના ભથ્થામાં 5000 રૂપિયાનો વધારો કરાયો છે.જાહેર રજાનું વળતર 150થી વધારી 665 કરાયું છે. વોશિંગ એલાઉન્સને વધારીને 25માંથી 500 રૂપિયા કરાયું છે. 29.08.2022થી મંજૂર થયેલા ધારાધોરણ પ્રમાણે આ ભથ્થાનો લાભ આપાશે. સરકારના નિર્ણયથી જેલ ખાતા કર્મીયોગીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.