માં અંબાની આરતી કરીને દાદાએ માણી ગરબાની મજા; જૂઓ ફોટો

ખબરી ગુજરાત ગુજરાત

હર્ષિત જાની; ગાંધીનગર

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે અમદાવાદ સ્થિત આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોશિયેશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હાજરી આપીને માં અંબાની આરતી કરી હતી. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

આ પણ વાંચો- એક મહત્વપૂર્ણ કામ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જશે મુંબઈ ; જાણો શું છે કાર્યક્રમ?

માં અંબાની આરતી કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગરબાની મજા પણ માણી હતી. ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યની રક્ષામાં લાગેલા પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોશિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.