ગ્લેન મેક્સવેલનો વિસ્ફોટક અંદાજ, સર્જી રેકોર્ડ્સની વણઝાર

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Glenn Maxwell : ભારત સામેની ત્રીજી ટી20માં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ઓસ્ટ્રેલિયા (Australia) માટે તાહણહાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે 223 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી ત્રીજી ટી20માં જીત મેળવી છે. મેક્સવેલે (Maxwell) 48 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 104* રનની અણનમ ઇનિંગ રમી. આ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનો સ્ટ્રાઈક રેટ 216.67 હતો. મેક્સવેલે પોતાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાને જીત અપાવાની સાથે ઘણાં રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યાં છે.

આ પણ વાંચો : ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

PIC – Social Media

T20 ઇન્ટરનેશનલમાં સફળ રન ચેઝમાં સૌથી વધુ સદી

3- ગ્લેન મેક્સવેલ
2- બાબર આઝમ

ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી ટી20 સદી (બોલની દ્રષ્ટિએ)

47 બોલ – એરોન ફિન્ચ vs ઈંગ્લેન્ડ, સાઉધમ્પ્ટન, 2013
47 બોલ – જોશ ઇંગ્લિસ vs ભારત, વિશાખાપટ્ટનમ, 2023
47 બોલ – ગ્લેન મેક્સવેલ vs ભારત, ગુવાહાટી, 2023
49 બોલ – ગ્લેન મેક્સવેલ vs શ્રીલંકા, પલ્લેકેલે, 2016

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સદી

4- રોહિત શર્મા
4- ગ્લેન મેક્સવેલ
3- બાબર આઝમ

T20માં ભારત સામે સૌથી વધુ રન

592 રન – નિકોલસ પૂરન
554 રન – ગ્લેન મેક્સવેલ
500 રન – એરોન ફિન્ચ
475 રન – જોસ બટલર

T20 ઈન્ટરનેશનલમાં ટીમ સામે સૌથી વધુ છગ્ગા

42 છગ્ગા – લેસ્લી ડનબાર (સર્બિયા) vs બલ્ગેરિયા
39 છગ્ગા – રોહિત શર્મા (ભારત) vs વેસ્ટ ઈન્ડિઝ
37 છગ્ગા – ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) vs ભારત
35 સિક્સર – એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) vs ઈંગ્લેન્ડ

આ પણ વાંચો : Surat : સચિન GIDC વિસ્તારમાં ભંયકર વિસ્ફોટ, 20 મજુરો દાઝ્યા

નોંધનીય છે, કે આ પહેલા તિરુવનંતપુરમમાં ભારત સામે રમાયેલી બીજી T20માં મેક્સવેલ સસ્તામાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 236 રનનો ટાર્ગેટ મળ્યો હતો, ત્યારબાદ મેક્સવેલ 8 બોલમાં 1 ફોર અને 1 સિક્સરની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ ત્રીજી મેચમાં ગ્લેન મેક્સવેલ ભારત માટે કાળ સાબિત થયો હતો અને ઓસ્ટ્રેલિયાને વિશાળ લક્ષ્ય સુધી પહોંચાડી જીત અપાવી હતી.