મફત વિજળી યોજના… આ રીતે ઘર બેઠા કરો રજિસ્ટ્રેશન

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

PM Surya Ghar Yojana : પીએમ મોદીએ આ યોજના લોન્ચ કરતા કહ્યું હતુ, કે સતત વિકાસ અને લોકોની ભલાઈ માટે અમે સુર્ય ઘર, મફત વિજળી યોજાના શરૂ કરી રહ્યાં છીએ. તેનાથી એક કરોડ ઘર પ્રકાશિત થશે.

આ પણ વાંચો : રોહિત શર્માએ તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ

PIC – Social Media

PM Surya Ghar Yojana : દેશના 1 કરોડ ઘરોને મફત વિજળી (Free Electricity) આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Govt) દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના (PM Surya Ghar Yojna) લોન્ચ કરી છે. આ યોજના અંતર્ગત દર મહિને 300 યૂનિટ વિજળી બિલકુલ મફતમાં મળશે. આ યોજના પર કેન્દ્ર સરકાર 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. જો તમે પણ યોજાનાનો લાભ લેવા માંગો છો. તો જલ્દી રજિસ્ટ્રેશન કરાવી દો. આવો જાણીએ કે આ માટે કઈ રીતે અરજી કરી શકાય.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ફ્રી વિજળી સાથે મળશે સબસિડી

પીએમ મફત વિજળી યોજના અંતર્ગત અરજી કરવી ખૂબ જ સરળ છે. તેના માટે તમારે માત્ર 5 મિનિટનો સમય કાઢવો પડશે અને https://pmsuryaghar.gov.in પર જઈને અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત 300 યુનિટ ફ્રી વિજળી સાથે સરકાર સબસિડીનો પણ લાભ આપી રહી છે. જે સીધા તમારા બેન્ક એકાઉન્ટમાં જમાં થશે. રામ મંદિર ઉદ્ધાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સ્કિમને સતત વિકાસ અને લોકોની ભલાઈવાળી યોજના ગણાવી છે.

આ રીતે ઘર બેઠા કરો રજિસ્ટ્રેશન

સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જાઓ અને અપ્લાઇ ફોર રૂફટોપ સોલારનું ઓપ્શન પસંદ કરો.
હવે તમારુ રાજ્ય અને વિતરણ કંપનીનું નામ પસંદ કરો. પછી પોતના વિજળી વપરાશકર્તા નંબર, મોબાઈલ નંબર અને ઇમેઇલની વિગત ભરો.
ત્યાર બાદ નવા પેજ પર કન્જ્યુમર નંબર અને મોબાઈલ નંબર નાખી લોગઈન કરો. ત્યાર પછી ફોર્મ ખુલશે અને તેમાં આપવામાં આવેલા દિશા નિર્દેશો અંતર્ગત રૂફટોપ સોલાર પેનલ માટે અરજી કરો.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમને સંભવિતતાની મંજૂરી મળશે, જે પછી તમે તમારા DISCOM સાથે નોંધાયેલા કોઈપણ વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકશો.
સોલાર પેનલ ઇન્સ્ટોલ કર્યા પછી, આગામી પગલામાં તમારે પ્લાન્ટની વિગતો સાથે નેટ મીટર માટે અરજી કરવી પડશે.
નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા પછી, તમને પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ પ્રમાણપત્ર જારી કર્યા પછી, તમારે પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરવો પડશે અને સબસિડી તમારા બેંક ખાતામાં જમા થશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રોકાણ અને સબસિડીનું કેલ્ક્યુલેશન

જો તમે તમારા ઘરમાં 2kW રૂફટોપ સોલર ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો વેબસાઈટ પર ઉપલબ્ધ કેલ્ક્યુલેટર મુજબ, પ્રોજેક્ટની કુલ કિંમત 47000 રૂપિયા હશે. જેના પર સરકાર તરફથી 18000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ રીતે ગ્રાહકે રૂફટોપ સોલાર લગાવવા માટે 29000 રૂપિયા ચૂકવવા પડશે. નિયમો અનુસાર આ માટે 130 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. 47000 રૂપિયાના ખર્ચે બનેલો સોલાર પ્લાન્ટ 4.32 Kwh/દિવસ વીજળી ઉત્પન્ન કરશે, જે વાર્ષિક 1576 kWh/વર્ષ આવે છે. આ સાથે ગ્રાહકને રોજના 12.96 રૂપિયા અને વર્ષમાં 4730 રૂપિયાની બચત થશે.

જ્યારે તમારો રૂફટોપ વિસ્તાર 700 ચોરસ ફૂટ છે તો 3 કિલોવોટ પેનલ માટે તમારું રોકાણ 80,000 રૂપિયા હશે અને આમાં તમને જે સબસિડી મળશે તે 36,000 રૂપિયા હશે. એટલે કે આ માટે તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 50,000 રૂપિયા જ ખર્ચવા પડશે.