રાજકોટ જિલ્લાના જીયાણા-વાકવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. લોકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી

જીયાણા-વાકવડમાં ડ્રોન પ્રદર્શન, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો

ખબરી ગુજરાત ગુજરાત

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ-1 રાજકોટ જિલ્લાના જીયાણા-વાકવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. લોકોને ઘર આંગણે જ સરકારી યોજનાઓના લાભ સાથે માહિતી આપતી આ યાત્રાના પરંપરાગત રીતે વધામણાં કરાયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ સાથે વિવિધ લાભાર્થીઓને અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

આ તકે આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સાથે જ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના સખીમંડળથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થી હંસાબેન અને આયુષ્માન યોજનાનો લાભ મેળવનાર વિમલભાઈએ પોતાની કહાની રજૂ કરી હતી.

આ ગામમાં 100ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે, તેમજ ગ્રામ પંચાયતમાં જલ જીવન મિશન, જનધન યોજના તેમજ જમીન રેકર્ડ ડિજિટાઇઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે.

આ ગામ ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની 100% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ પણ વાંચો: બહેનો માટે યોજાશે કૌશલ્ય વિકાસની ફ્રી તાલીમ

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, તાલુકા પંચાયત સભ્ય કાનજીભાઈ મેઘાણી, અગ્રણી અજીતભાઈ ગમારા, સંજયભાઈ રંગાણી, સૂર્યારામપરાના સરપંચ શ્રી સામજીભાઈ કુમારખાણીયા, સેતલબેન મોનાણી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.