ચક્રવાત મિચોંગનું તાંડવ, ચેન્નઈ વરસાદી પાણીમાં ડૂબ્યું

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Cyclone Michaung : દક્ષિણ ભારતમાં Cyclone Michaungની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આંધ્રમાં ચક્રવાત (Cyclone) ત્રાટકે પહેલા ચેન્નઈ (Chennai) અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચેન્નઈ એરપોર્ટના રન-વે પર વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેને લઈ આવતી જતી ફ્લાઇટ્સને પણ અસર થઈ છે.

આ પણ વાંચો : આ તે કેવી ઉઘરાણી? 13 વર્ષ સગીરાને બનાવી હવસનો શિકાર

PIC – Social Media

આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પોંડિચેરીના કાંઠા વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય ગયા છે. ઘણાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જાણવા મળ્યું છે, કે આજ અને કાલનો દિવસ દક્ષિણ ભારતના કાંઠા વિસ્તાર માટે ભારે રહેશે. ચક્રવાત મિચોંગને લઈ સરાકર અને સ્થાનિક તંત્ર પણ એલર્ટ છે. લોકોને સાવધાન રહેવા અને કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

ચક્રવાતની અસરને પગલે ચેન્નઈના કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટના રન-વે પર પાણી ફરી વળ્યું છે. જેને લઈ ફ્લાઇટ્સ પર અસર થઈ છે. IMD અનુસાર, ઉત્તર તમિલનાડુના ઘણાં જિલ્લાઓમાં આજે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેથી સામાન્ય નાગરિકોએ ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે. આંધ્ર પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે ચક્રવાત મિચોંગ 13 કિમી પ્રતિકલાકની ગતિથી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

કઈ જગ્યાએ છે ચક્રવાતનું લોકેશન

હાલમાં ચક્રવાત ચેન્નઈથી આશરે 150 કિમી, નેલ્લોરથી 350 કિમી, બાપટથી 360 કિમી, મછલીપટ્ટનમથી 380 કિમી દુર છે. ચક્રવાત આજે કાંઠાની સમાંતર આગળ વધશે. મિચોંગ કાલે બપોર નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે તટ પર લેન્ડફોલ થશે. બહારથી આવેલા લોકોને હાલ ચક્રવાતને કારણે ચેન્નઈમાં જ રોકાવાની ફરજ પડી છે. કેમ કે ચક્રવાતને કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઇટો રદ્દ થઈ ગઈ છે.

આ પણ વાંચો : રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં કોણ બનશે CM?

મિચોંગ ચક્રવાતને લઈ તંત્ર એલર્ટ

આંધ્ર અને તમિલનાડુના કેટલાય જિલ્લાઓમાં ચક્રવાતની અસર વર્તાય શકે છે. તેથી તંત્ર દ્વારા લોકો માટે રાહત અને બચાવની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડાયા છે. ચક્રવાત અસર હેઠળના વિસ્તારોમાં બોટ અને અન્ય જરૂરી સગવડ કરવામાં આવી છે. ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં આજે જાહેર રજા રાખવામાં આવી છે. લોકોની સુવિધાઓ માટે ચેન્નઈ મેટ્રોના શેડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ કંપનીઓને પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવાનું કહેવામાં આવ્યું છે. કાંઠાવાળા વિસ્તારોમાં રાહત માટે 121 મલ્ટિપરપઝ સેન્ટર બનાવાયા છે. સાથે જ 4,967 રાહત કેમ્પ બનાવવામાં આવ્યાં છે.