Code of Conduct Rules: 50 હજાર રૂપિયા કેશ લઇ જવા પર રોક…આચાર સંહિતામાં લોકો માટે શું છે નિયમ?

ખબરી ગુજરાત ગુજરાત

ચૂંટણીની તારીખની જાહેરાત થતા જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જાય છે. આ નિયમ લાગુ થયા બાદ નેતાથી લઇને જનતા સુધી અનેક પ્રતિબંધ લાગે છે અને તેનું ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી પણ કરવામાં આવે છે. મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ગઇ છે અને દેશભરમાં કોડ ઓફ કંડસ્ટ એટલે કે આચાર સંહિતા લાગુ છે.

શું છે આચાર સંહિતા?

દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ કેટલાક નિયમ લાગુ કરે છે. ઇલેક્શન કમિટીના આ નિયમને આચાર સંહિતા કહેવામાં આવે છે. આચાર સંહિતા ચૂંટણીની તારીખની જાહેરાત થવાની સાથે જ લાગુ થઇ જાય છે અને આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા અને મતની ગણતરી સુધી લાગુ રહે છે.

આચાર સંહિતા લાગુ થયા બાદ ચૂંટણી સાથે જોડાયેલા લોકો જેવા કે- નેતાઓ અને કાર્યકર્તાઓ પર તેના નિયમ લાગુ થાય છે પરંતુ જનતા માટે પણ કેટલાક પ્રતિબંધ લાગી જાય છે.

  • આદર્શ આચાર સંહિતા લાગુ થવા પર સરકારી વાહનોમાં સાયરન લગાવી શકતા નથી.
  • સરકારી આવાસમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રી અને રાજકીય હસ્તીઓની તસવીર લગાવવા પર પ્રતિબંધ હોય છે.
  • કોઇ પણ વ્યક્તિ નેતા સરકારની સિદ્ધિ ધરાવતી જાહેરાત પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને બીજા મીડિયામાં આપી નથી શકતા.
  • આ દરમિયાન જનતાએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા સમયે સાવચેતી રાખવી પડે છે. તમારી એક ભૂલ તમને જેલમાં પણ મોકલી શકે છે.
  • કોઇ પણ એવી તસવીર-વીડિયો શેર કરી શકતા નથી જેમાં સરકારની સિદ્ધિ ગણાવવામાં આવતી હોય.
  • જો તમે વધારે રકમ લઇને જઇ રહ્યાં છો તો ચૂંટણી આચાર સંહિતા દરમિયાન તમારી પૂછપરછ કરવામાં આવશે અને કેસ સંબંધમાં તમારે પુરાવા આપવા પડશે.
  • સામાન્ય લોકો અને વેપારીઓને કેશ લઇ જતા સમયે કેટલાક રેકોર્ડ સાથે રાખવી જોઇએ. જેમ કે આ પૈસા કોના માટે લઇ જઇ રહ્યાં છો અને તેનો સોર્સ શું છે.
  • આ સિવાય મોટા ડિઝિટલ ટ્રાન્જેક્શન પર પણ નજર રાખવામાં આવી રહી છે.
  • કોઇ પણ યુપીઆઇ આધારિત પેમેન્ટ એપથી રોજના 50 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થઇ શકે છે, તેનાથી વધુ ટ્રાન્જેક્શન પર એક્શન લેવામાં આવી શકે છે.