Dinesh Rathod, Gujarat, Khabri Media
Diwali 2023: હાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી છે, જેમાં રીલ/વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવા લોકોને કરી અપીલ કરવામાં આવી છે. CM ભુપેન્દ્ર પટેલની આ પોસ્ટ વાંચીને તમારું દીલ પણ કહી ઉઠશે કે, CMની વાત તો સાચી છે !
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલી પોસ્ટમાં તેમણે આ અપીલ કરી છે, ”દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આપણા સૌના ઘરમાં ઘણી ખરીદી થશે. ઘરમાં ખુશહાલી આવશે. આપણા નાના સ્થાનિક વેપારીઓ અને પરિશ્રમ કરીને રોજિંદી આવક મેળવતા ફેરિયાઓ – કારીગરો આ બધાની દિવાળી પણ ત્યારે જ સુધરે જ્યારે આપણે તેમની પાસેથી માલસામાન લેવાનો આગ્રહ રાખીએ. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ જ ભાવના સાથે આપણને “વોકલ પર લોકલ” નું આહવાન કર્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ જીલ્લામાં રહેશે 48 ક્લાક ઇન્ટરનેટ બંધ, જાણો કારણ
આ આહવાનને ઝીલી લઈને અને નાના વેપારીઓ-કારીગરોની પડખે રહેવાની લાગણી સાથે રાજ્ય સરકારે તા: 1 થી 20 નવેમ્બર દરમિયાન એક વિશેષ સ્પર્ધા “પરિશ્રમને અજવાળીએ”નું આયોજન કર્યું છે. જે અંતર્ગત, સ્થાનિક વેપારને પ્રોત્સાહન મળે તેવી રીલ/વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકીને તેનો પ્રચાર કરવાની હું આપ સૌને અપીલ કરું છું. પસંદગીના વિજેતા વીડિયોને રાજ્ય સરકાર પ્રોત્સાહક ઇનામ પણ આપશે. આવો, આપણે સૌ સોશ્યલ મીડિયા તેમજ અન્ય તમામ માધ્યમોથી આ પહેલમાં જોડાઈએ. Vocal For Localના સંદેશને ચારેકોર પ્રસરાવીએ. આ દિવાળીએ, આપણા સ્થાનિક વેપારીઓ, કારીગરોના પરિશ્રમને અજવાળીએ.. તેમના ઘરમાં સુખાકારીનો પ્રકાશ ફેલાવીએ.”