પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદી પ્રવૃતિને

Junagadh: જૂનાગઢમાં ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર પ્રતિબંધ, જાણો કારણ

ખબરી ગુજરાત ગુજરાત
પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદી પ્રવૃતિને
Symbolic image

Dinesh Rathod, Gujarat, Khabri Media
Junagadh News: પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં કોસ્ટલ વિસ્તાર સહિત આંતરીક સુરક્ષા જાળવવામાં આવે છે. પરંતુ હાલની પ્રવર્તમાન આંતકવાદી પ્રવૃતિને ધ્યાને લઇ સવિશેષ તકેદારી રાખવી આવશ્યક હોય. તેમજ વાઇટલ ઈન્સ્ટોલેશન તથા અન્ય સરકારી કચેરીઓની સલામતી હીતાવહ હોય.

જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલીત ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ

રીમોટ કંટ્રોલ સંચાલીત ડ્રોન. એરીયલ મીસાઇલ જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો ગેરલાભ લઇ જૂનાગઢ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડે નહીં. તે માટે સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા બાબતે.

આ પણ વાંચો: સાસણ ગીરમાં સિંહ સદન ખાતે ‘Project Lion’ અંગેની બેઠક યોજાઈ

ફોજદારી કાર્યરીતી અધિનીયમ 1973ની કલમ 144 હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા થયેલ દરખાસ્ત વ્યાજબી જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.જી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 (1974ના નં-2)ની કલમ 144 હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં રીમોટથી ચલાવાતા ડ્રોન કે રીમોટથી કંટ્રોલ કરાતા એરીયલ મિસાઇલ કે પારાગ્લાઈડર રીમોટ કંટ્રોલ, માઈક્રો લાઇટ એરક્રાફ્ટ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે.

આ હુકમ તાત્કાલીક અસરથી તા. 26/12/2023 દિવસ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.