Chhattisgarh Election 2023: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું…

ખબરી ગુજરાત રાજકારણ રાષ્ટ્રીય

Jagdish, Khabri Media Gujarat :

Chhattisgarh Election 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભા સંબોધિત કરી. પીએમ મોદીએ સત્તારૂઢ કોંગ્રસ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, “જ્યાં આ પાર્ટી (Congress) હોય ત્યાં વિકાસ શક્ય જ નથી.”

આ પણ વાંચો : ઉત્તરાખંડના CM ધામીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે હંમેશા તેઓએ છત્તીસગઢ રાજ્યને નજરઅંદાજ કર્યું, પરંતું અમે છત્તીસગઢના વિકાસ માટે તમામ પગલાં લીધા છે. બીજેપી હંમેશા છત્તીસગઢના વિકાસ માટે કામ કરી રહી છે.” પીએમ મોદીએ કહ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસના ગત પાંચ વર્ષ નાકામીના પાંચ વર્ષ રહ્યાં છે. કોંગ્રેસે છત્તીસગઢને માત્ર અપરાધો જ આપ્યાં છે. આજે આખું “છત્તીસગઢ કહી રહ્યું છે કે હવે સહન નહિ કરીએ. કોંગ્રેસ સરકારને ઉથલાવી દેવી છે.”

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરે છે ત્યારે તે માત્ર રાજ્ય નહિ પરંતું દરેક ઘરમાં નકસાન પહોંચે છે. તે તમારા બાળકોનું ભવિષ્ય બગાડે છે. તમારી પાસે કોલસો છે પણ પરંતું જોઈતી વિજળી મળતી નથી. કોંગ્રેસના લોકો તમારા કોલસા પર કમિશન ખાઈ રહ્યાં છે.”

પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધતા બીજેપીની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે, “ગરીબની ચિંતા કરવી બીજેપી સરકારની પ્રાથમિકતા છે. બીજેપીનો સંકલ્પ દરેક ગરીબ આદિવાસી અને પછાતોની રક્ષા કરવાનો છે. બીજેપીનો સંકલ્પ છત્તીસગઢને દેશનું ટોપ રાજ્ય બનાવવાનો છે.”

આ પણ વાંચો : Health ATM : એક મશીન અને 50 પ્રકારના ટેસ્ટ, એ પણ ફ્રી

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “અમારી સરકારે દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડ લોકોને ઘર આપ્યાં છે. હજું પણ અમારુ આ કાર્ય થંભ્યું નથી, પણ અહીંની કોંગ્રસ સરકાર અહીના ગરીબોને મકાન આપવામાં અવરોધ બની રહી છે. તેઓેને ચિંતા છે કે જો મોદી તેને ઘર આપી દેશે તો તેઓ મોદીના ગુણગાન કરશે.”