પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 10 રૂપિયા સુધીનો ઘટાડો, વાંચો ક્યારે?

ખબરી ગુજરાત બિઝનેસ

Petrol Diesel price : જે લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવથી પરેશાન છે તેઓ માટે ખુશ ખબરી છે. આપને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલને લઈ રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે. જેને સાંભળી તમે પણ ખુશ થઈ જશો. અહેવાલ અનુસાર આગામી મહિને લોકોને પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રાહત મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel price) 5 થી 10 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો : “પ્રેગ્નેન્ટ કરો, લાખો કમાઓ”, જોબ ઓફરની હકીકત જાણીને ચક્રી ખાઈ જશો

PIC – Social Meida

વાસ્તવમાં, સરકારી ઓઇલ કંપનીઓ (Government Oil Companies) તેમના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા પછી આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel price) ભાવમાં ઘટાડો કરવાનું વિચારી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કિંમતોમાં ઘટાડાનું કારણ કંપનીઓનો રેકોર્ડ નફો છે. એક રિપોર્ટ અનુસાર સરકારી ઓઈલ કંપનીઓના ચોખ્ખા નફાનો રેકોર્ડ 75 હજાર કરોડ રૂપિયાને પાર થવાની સંભાવના છે. ક્રૂડ ઓઈલના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓને ક્રૂડ ઓઈલ નીચા ભાવે મળી રહ્યું છે. તેના કારણે કંપનીઓનો નફો પણ ઘણો વધી ગયો છે.

જાહેર ક્ષેત્રના ઇંધણના છૂટક વેચાણકર્તાઓએ એપ્રિલ 2022 થી કિંમતોમાં વધારો કર્યો નથી. કિંમતો સ્થિર રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કિંમતો માટે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે. કંપનીઓ હાલમાં 10 રૂપિયા પ્રતિ લિટરના માર્જિન પર છે. આ જ લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. કંપનીઓનું આ પગલું મોંઘવારી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. જ્યારે આ પગલું વર્ષ 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પણ મહત્વપૂર્ણ હોઈ શકે છે.

ઓઈલ કંપનીઓએ ભારે નફો કર્યો

મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ OMC (ઓઇલ કંપનીઓ)એ FY2023-24ના Q1 અને Q2 માં ઇંધણના વેચાણ પર ઊંચા માર્કેટિંગ માર્જિનને કારણે ખૂબ જ ઊંચો નફો કર્યો છે. આ નફો ત્રીજા ક્વાર્ટરમાં પણ ચાલુ રહેશે. આ મહિનાના અંતમાં પરિણામો જાહેર થયા પછી, કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના દરોમાં પ્રતિ લિટર ₹5 થી ₹10 સુધીનો ઘટાડો કરી શકે છે, જેનાથી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થતા વધારાને અમુક અંશે કાબુમાં લઈ શકાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

જાણો કેટલો નફો થયો

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જો આપણે 2023-24ના પ્રથમ છ મહિનામાં અત્યાર સુધી ત્રણ કંપનીઓના કુલ ચોખ્ખા નફાની વાત કરીએ તો તે ₹57,091.87 કરોડ હતો. આ સમગ્ર નાણાકીય વર્ષ 2022-23ના ₹1,137.89 ના કુલ નફા કરતાં 4,917 ટકા વધુ છે.

આ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે જાહેરાત કરી છે કે તે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો 27 જાન્યુઆરીએ જાહેર કરશે, જ્યારે અન્ય બે કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) પણ તે જ સમયે તેના પરિણામો જાહેર કરશે.

આ પણ વાંચો : FASTagનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર

દેશમાં મોંઘવારી વધી

છેલ્લા મહિનાઓમાં દેશમાં મોંઘવારી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશનો છૂટક ફુગાવો ડિસેમ્બર 2023માં નજીવો વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ ફુગાવામાં આ વધારો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો છે. સરકાર તેને ઓછો રાખવાના તમામ પ્રયાસો કરશે. સરકાર મોંઘવારી 6 ટકાથી ઓછી રાખવાનો પ્રયાસ કરી રહી છે.