રોજ દાડમનો રસ પીવાથી થાય છે ચમત્કારી ફાયદા, જુઓ

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ
Spread the love

Jagdish, Khabri Media Gujarat

Health News : ભારતીય આહારને લઈ આયુર્વેદમાં ઘણાં નિયમો છે. કેવું ભોજન અને પ્રવાહી ક્યા સમયે લેવું તેના પણ નિયમો આપેલા છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરી તમે પણ તમારા શરીરને નિરોગી રાખી શકો છો. દરરોજ સવારે ફળો કે તેનો રસ લેવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે. તેવી જ રીતે બપોરના સમયે છાશ અથવા દહીંનું સેવન કરવું જોઈએ અને સાંજે દુધ પીવું જોઈએ. તો આવો આપણે અહી જાણીએ કે રોજ સવારે દાડમનું જ્યુસ (pomegranate juice) પીવાથી શરીરને શું શું ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો : જય ગિરનારી… લીલી પરિક્રમામાં સુવિધાથી ભાવિકો ખુશખુશાલ

PIC – Unsplash

દાડમ (pomegranate)ને બાકી ફળો કતા વધુ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. દાડમમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછુ કરવાની ક્ષમતા હોય છે. જે હ્રદયની બિમારી અને કેન્સર જેવી બિમારીઓથી બચાવે છે.

દાડમનો રસ બ્લડ પ્રેશરને ઓછુ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલમાં સુધારો કરે અને લોહીના ફ્લોને વધારમાં મદદરૂપ થાય છે. જેથી દાડમના જ્યુસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે.

દાડમમાં સોજાઓને દુર કરવામાં પણ મદદરૂપ થાય છે. તે ગઠિયો વા, ડાયાબિટીસ અને કેન્સરની બિમારીઓમાં ઘણુ ફાયદાકારક હોય છે. દાડમનું જ્યુસ પીવાતી ગઠિયા વા અને ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે.

આ પણ વાંચો : એક સફરજનની કિંમત 500 રૂપિયા, એવું તે શું છે આ ફળમાં?

જે લોકોને ખોરાકનું યોગ્ય પાચન ન થતું હોય અને પેટને લગતી બિમારી હોય તેઓ માટે પણ દાડમ ફાયદાકારક છે. કેમ કે દાડમમાં ડાયટરી ફાયબર હોય છે. દાડમનો રસ પાચનક્રિયાને સરળ બનાવે છે અને પેટને લગતી બિમારીઓથી પણ રાહત આપે છે.

દાડમ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારામાં પણ મદદરૂપ થાય છે. દાડમમાં વિટામિન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમજ ઈન્ફેક્શન સામે લડવા શરીરને સક્ષમ બનાવે છે.

Note – આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે વધુ જાણકારી માટે નિષ્ણાંતની સલાહ લેવી.