એક સફરજનની કિંમત 500 રૂપિયા, એવું તે શું છે આ ફળમાં?

ખબરી ગુજરાત લાઈફ સ્ટાઈલ

Jagdish, Khabri Media Gujarat

Black Diamond Apple : માર્કેટમાં 100થી વધુ જાતના સફરજન મળે છે. જેમાંથી બ્લેક ડાયમંડ એપ્પલ (Black Diamond Apple) વિશે તમે કદાચ સાંભળ્યું હશે. આ ફળ ખુબ જ દુર્લભ છે. તે સરળતાથી મળતું નથી. તેના લીધે જ તેની કિંમત ખુબ વધારે છે. દેખાવમાં આ ફળ કાળા જાંબુડી રંગનું હોય છે.

આ પણ વાંચો : બહારનું જમતા પહેલા સાવધાન, હવે સૂપમાંથી નીકળ્યો વંદો

PIC – Social Media

બ્લેડ ડાયમંડ એપ્પલના કાળા રંગ માટે તેના પર પડતી જાંબુડી કિરણો જવાબદાર છે. આ કિરણો તેને વધુ ઘાટા જાંબુડી રંગનું બનાવે છે. આ સફરજન સૌથી વધુ લગ્ઝરી વેરાયટીમાંથી એક છે. તો આવો જાણીએ કે આ લગ્ઝરીની ખાસિયત શું છે?

બ્લેક ડાયમંડ એપ્પલ ક્યાં મળે છે?

બ્લેક એપ્પલની ખુબ જ ઠંડા વિસ્તારમાં ખેતી થાય છે. અત્યાર સુધી તેની ખેતી માત્ર ભૂટાન અને તિબ્બેટના પહાડી વિસ્તારમાં જ થતી હતી. ત્યાંના સ્થાનિક નિવાસીઓ તેને હુઆ નિઉના નામે ઓળખે છે. બ્લેક એપ્પલની ખેતી સમુદ્રતળથી ઊંચાઈવાળા વિસ્તારમાં કરવામાં આવે છે. આ ફળના ગુણ તેને ખૂબ જ કિંમતી બનાવે છે. તેના લીધે જ બ્લેક ડાયમંડ એપ્પલનું એક પીસ 500થી 1000 રૂપિયામાં વેંચાય છે. ચીન સહિત કેટલાય દેશોમાં તેની મોટી માંગ છે.

બ્લેક ડાયમંડ એપ્પલની ખાસિયત શું છે?

બ્લેક ડાયમંડ એપ્પલ પૌષ્ટિક તત્વોનો ભંડાર છે. તેના લીધે જ તેની કિંમત પણ વધુ છે.
સફરજનની આ જાતમાં વિટામિન અને ખનિજો સિવાય અન્ય જરૂરી પોષક તત્વો સારી માત્રમાં જોવા મળે છે.
તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે અને વિટામિન બી હોય છે.
આંખોના તેજ માટે કાળુ સફરજન ખુબ જ લાભકારક માનવામાં આવે છે.
કાળા સફરજનમાં એન્ટિબેક્ટિરિયલ ગુણ, એન્ટિ ઓક્સિડેન્ટ અને વિટામિન-એ પણ ભરપૂર માત્રામાં મળે છે.
આને ખાવાથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતું નથી.

આ પણ વાંચો : ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાનો આજથી પ્રારંભ

આ સફરજન સરળતાથી બજારમાં મળતુ નથી. સાથે જ તેની ખેતી પણ ખૂબ સિમિત છે. સફરજનના એક સામાન્ય વૃક્ષમાં ફળ લાગતા 4થી 5 વર્ષનો સમય લાગે છે. જ્યારે કાળા સફરજનના ઝાડમાં ફળ આવતા 8 વર્ષ લાગે છે.