સાઉથની ફિલ્મ ‘કંગુવા’માં જોવા મળશે ‘બોબી’, જુઓ ખૂંખાર લૂક

ખબરી ગુજરાત મનોરંજન

Happy Birthday Bobby Deol : સાઉથના એક્ટર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ની (Canguva) દર્શકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મમાં બોલીવુડ એક્ટર બોબી દેઓલ (Bobby Deol) વિલનનો રોલ કરી રહ્યાં છે. એવામાં બોબીના 55માં જન્મદિવસના ખાસ અવસરે ફિલ્મમાં તેનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જોવામાં બોબીનો લૂક ભારે ખૂંખાર લાગી રહ્યો છે.

આ પણ વાંચો : હવે Fastag કઢાવવું થયું અઘરુ, જાણો કારણ

PIC – Social Media

Happy Birthday Bobby Deol : સાઉથ એક્ટર (South Actor) સૂર્યાની (Surya) ફિલ્મ ‘કંગુવા’ના નિર્માતાઓએ આજે મોટો ખુલાસો કર્યો છે. ‘Canguva’માં બોલીવુડ એક્ટર બોબી દેઓલ વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. એવામાં બોબીના 55માં જન્મ દિવસ નિમિતે ફિલ્મમાંથી તેનો ફર્સ્ટ લુક (First Look0 શેઅર કરવામાં આવ્યો છે. આ લૂકને લઈ બોબી દેઓલ ભારે ચર્ચામાં છે. ‘કંગુવા’માં બોબી ઉધિરન (Udhiran) નામના વિલનની ભૂમિકામાં જોવા મળશે. તેનો આ લૂક ભારે ખૂંખાર લાગી રહ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સામે આવ્યો બોબીનો ફર્સ્ટ લૂક

બોબી દેઓલ, ઉધિરનના રૂપમાં જોરદાર લાગી રહ્યા છે. એક્ટરના આ દમદાર અવતારને જોતા એતો નક્કી થઈ ગયુ કે ફિલ્મ ભારે રોમાંચક હશે. બોબી દેઓલ, ફિલ્મ ‘કંગુવા’ સાથે પોતાનું સાઉથ ડેબ્યુ કરી રહ્યાં છે. પોસ્ટર શેઅર કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યુ, નિર્દય, તાકતવર, યાદગાર, અમારા #Udhiran, બોબી દેઓલ સરને જન્મદિવસની શુભેચ્છાઓ. એટલુ જ નહિ સુપરસ્ટાર સૂર્યાએ પણ બોબીને જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સ્ટુડિયો ગ્રીનના બેનર હેઠળ ફિલ્મ ‘Canguva’નું નિર્માણ થઈ રહ્યું છે. કે.ઈ જ્ઞાનવેલ રાજા (K.E. Gyanwel Raja) છેલ્લા 16 વર્ષોથી ઘણી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપવા માટે જાણીતા છે. તે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ છે. જ્ઞાનવેલ રાજાની ફિલ્મોની લિસ્માં સિંઘમ સિરીઝ, પરુથી વીરન, સિરુથાઇ, કોમ્બન, નાન મહાન અલ્લા, મદ્રાસ, ટેડી અને હાલમાં આવેલી પાથુ થાલા સામેલ છે.

ફિલ્મ કંગુવા દર્શકોને અલગ જ દુનિયાનો અનુભવ કરાવશે. ફિલ્મમાં ક્યારેય ન ભજવાયેલા એક્શન સિન્સ ફિલ્મનુ મૂળ હશે. ફિલ્મનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક્ટર સૂર્યાએ પણ હાલમાં જ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધુ છે.

આ પણ વાંચો : Budget 2024 : છેલ્લા વચગાળાના બજેટની મુખ્ય મુદ્દાઓ

સૂર્યા અને બોબી દેઓલની સાથે એક્ટ્રેસ દિશા પાટની પણ જોવા મલશે. ફિલ્મ કંગુવાનું નિર્દેશન શિવે કર્યું છે. જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મના બાકીના સ્ટારકાસ્ટનો ખુલાસો આગામી સમયમાં કરવામાં આવશે. ફિલ્મમાં વેટ્રી પલાનીસામીની સિનેમેટોગ્રાફી અને રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદનું મ્યુઝિક છે.