મહારાષ્ટ્રમાં પણ પાડ્યો બજેપીએ ખેલ, અશોક ચૌહાણે આપ્યું રાજીનામું

ખબરી ગુજરાત રાજકારણ

Ashok Chavan Resignation : બિહારમાં રાજકીય ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે.

આ પણ વાંચો : લ્યો બોલો, ડીએસપી પોતે બની છેતરપિંડીનો શિકાર, પતિ નીકળ્યો ઠગ

PIC – Social Media

Ashok Chavan Resignation : કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી (Congress EX CM) અને દિગ્ગજ નેતા અશોક ચૌહાણ (Ashok Chavan)ને લઈને મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચૌહાણ ટૂંક સમયમાં પક્ષ બદલી શકે છે. કોંગ્રેસ નેતા ચૌહાણ આજે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા. આ સાથે ચૌહાણે રાહુલ નાર્વેકરને વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું (Resignation) પણ સોંપી દીધું છે. આ રાજીનામું સવારે 11 વાગ્યે આપવામાં આવ્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભાજપમાં જોડાઈ શકે છે – સૂત્રો

પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક ચૌહાણે આજે સવારે 11:24 વાગ્યે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે રાજીનામું સ્વીકારી લીધું હતું. દરમિયાન, અશોક ચૌહાણે (Ashok Chavan) વિધાનસભામાંથી રાજીનામું આપ્યા બાદ, તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. તે જ સમયે, ભાજપના સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અશોક ચૌહાણ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, હજુ પણ બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અશોક ચૌહાણ ભાજપમાં સામેલ થવાની ચર્ચા હતી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું…

આ બધા વચ્ચે આજે બપોરે કેટલાક સ્થાનિક કાર્યકરો ભાજપમાં જોડાવવાના હતા અને આ કાર્યક્રમ મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહ્યો હતો, પરંતુ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) પણ અચાનક અહીં પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અશોક ચૌહાણ ટૂંક સમયમાં પક્ષ બદલી શકે છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અશોક ચૌહાણને લઈ ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે “મીડિયાના માધ્યમથી અશોક ચૌહાણ વિશે જાણવા મળ્યું. પરંતુ હું હાલ એટલું જ કહી શકું કે કોંગ્રેસના ઘણાં સારા નેતા ભાજપના સંપર્કમાં છે. જે નેતાઓ જનતા સાથે જાડાયેલા છે તે કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવે છે. મને વિશ્વાસ છે કે કેટલાક મોટા ચહેરા ભાજપમાં સામેલ થશે. આગે આગે દેખિએ હોતા હૈ ક્યાં…”

પોતાનું રાજીનામું સુપરત કર્યું

મળતી માહિતી મુજબ, વિધાનસભા અધ્યક્ષને મળ્યા બાદ અશોક ચૌહાણનો ફોન નોટ રિચેબલ થઈ ગયો હતો. આ પછી પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચૌહાણે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું નાના પટોલને મોકલી આપ્યું છે.

જાણો, કોણ છે અશોક ચૌહાણ

પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના એવા નેતા માનવામાં આવે છે જે દરેક મુશ્કેલીમાં પાર્ટી સાથે ઊભા રહે છે. મોદી લહેર છત્તા 2014માં નાંદેડ સીટ પરથી તેઓએ કોંગ્રેસને જીત અપાવી હતી. અશોક ચૌહાણ મૂળ ઔરંગાબાદ જિલ્લાના પેઠણના વતની છે. પરંતુ તેના પૂર્વજો નાંદેરમાં આવીને વસ્યા હતા. ત્યારથી તેઓ નાંદેડકર તરીકે ઓળખાવા લાગ્યા. તેઓને રાજકીય વિરાસત પિતા શંકરરાવ ચૌહાણ પાસેથી મળી જેઓ બે વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યાં હતા. શંકરરાવ ચૌહાણના કારણે કોંગ્રેસ મરાઠાવાડામાં ખૂબ જ મજબૂત બની હતી.

આ પણ વાંચો : દુર્ઘટનાગ્રસ્ત બસમાં ઘૂસી ગઈ સ્વિફ્ટ, 5 લોકો જીવતા ભડથુ

અશોક ચૌહાણ 8 ડિસેમ્બર 2008થી 9 નવેમ્બર 2010 સુધી દોઢ વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યાં. તેઓનુ નામ આદર્શ ઇમારત કૌભાંડમાં આવ્યા પછી તેઓને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું. તે વખતે રાજકીય જાણકારોએ કહ્યું હતુ કે મુખ્યમંત્રી પર છીનવાયા પછી અશોક ચૌહાણનો રાજકીય વનવાસ શરૂ થઈ ગયો. પરંતુ તેઓએ વાપસી કરી અને 2014માં લોકસભા ચૂંટણીમાં જીત મેળવી. તેઓને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ બનાવાયા હતા.