દુર્ઘટનાગ્રસ્ત બસમાં ઘૂસી ગઈ સ્વિફ્ટ, 5 લોકો જીવતા ભડથુ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Yamuna Expressway Accident : યમુના એક્સપ્રેસ-વે પર આજે સવારે ભીષણ અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને સ્વિફ્ટ કારની ટક્કર થતા બંને વાહનોમાં આગ લાગી હતી. આ આગમાં કાર સવાર 5 લોકો જીવતા ભડથુ થયા હતા.

આ પણ વાંચો : ખેડુત આંદોલન : આ તારીખે ભારત બંધનું એલાન

PIC – Social Media

Yamuna Expressway Accident : મથુરા (Mathura)ના મહાવન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર ભયંકર અકસ્માત (Accident) સર્જાયો છે. અહીં એક ડબલ ડેકર સ્લિપર બસ બેકાબુ થઈ ડિવાઇડર સાથે અથડાઈ હતી. તે દરમિયાન પાછળથી આવતી સ્વિફ્ટ કાર (Swift Car) ની બસ (Bus) સાથે જોરદાર ટક્કર થઈ હતી. અથડામણના કારણે બંને વાહનોમાં આગ (Fire) લાગતા કારમાં સવાર પાંચ લોકોના મોત થયા છે. આ અંગે જાણકારી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આગ્રાથી નોઇડા તરફ જતી ખાનગી બસ બેકાબૂ થઈ ડિવાઈર સાથે અથડાઈ હતી. તે દરમિયાન પાછળથી આવતી સ્વિફ્ટ કાર બસ સાથે અથડાઈ હતી. કારની ટક્કરથી બસના ડિઝલ ટેન્કમાં આગ લાગી હતી. આ આગના કારણે બંને વાહનો સળગી ઉઠ્યા હતા. જેથી કારમાં સવાર પાંચ લોકોને બહાર નીકળવાનો પણ સમય મળ્યો નહોતો અને કારમાં જ તેઓના મોત થયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

https://twitter.com/neha_bisht12/status/1756926695972462919

અથડામણ બાદ કાર અને બસ ભડ ભડ સળગવા લાગી હતી. જો કે બસમાં સવાર મુસાફરોએ બારીઓમાંથી કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો પણ કારમાં સવાર લોકો પોતાનો જીવ બચાવી શક્યા નહોતા. બસમાં આશરે 50 લોકો સવાર હતા. અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અકસ્માતની જાણ તથા અધિકારી તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા. ખુદ ડીએમ અને એસએસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ, મૃતકોની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

એસએસપીએ જણાવ્યું કે, આ દુર્ઘટના આજે સવારે મહાવન સ્ટેશનના આગ્રા-નોઇડા પાટા પર માઇલસ્ટોન 117 પાસે સર્જાઈ છે. બસનું ટાયર ફાટવાથી બસ બેકાબૂ થઈ હતી. તે દરમિયાન સ્વિફ્ટ કાર પાછળથી બસમાં ઘૂસી ગઈ હતી. અથડામણ બાદ બંને ગાડીઓમાં આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કરવામાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો અને પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં કેટલાક બસના મુસાફરો પણ ઘાયલ થયા છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.