ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર કર્યા જાહેર, ગુજરાતથી લડશે જેપી નડ્ડા

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Rajya Sabha Election 2024 : ભાજપે (BJP) રાજ્યસભા ચૂંટણી (Rajya Sabha Election 2024) માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં હાલ જ પક્ષપલ્ટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણનું નામ પણ સામેલ છે. તે સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે.

આ પણ વાંચો : સફળતાની કહાની : 23ની ઉંમરે આદિવાસી યુવતી બની સિવિલ જજ

PIC – Social Media

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં હાલ જ પક્ષપલ્ટો કરી કોંગ્રેસમાંથી ભાજપનામાં આવેલા મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણનુ (Asho નામ પણ સામેલ છે. બીજેપીએ તેઓને મહારાષ્ટ્રથી જ રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ભાજપે જાહેર કરેલી યાદી અનુસાર, ગુજરાતથી બીજેપીના પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, જાણિતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમારને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યાં છે. જ્યારે મહારાષ્ટ્રથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, મેધા કુલકર્ણી અને અજિત ગોપછરેને ઉમેદવાર બનાવ્યાં છે.

નોંધનીય છે, કે અશોક ચૌહાણે 12 ફેબ્રુઆરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ અને 13 તારીખે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ મરાઠાવાડા વિસ્તારના મોટા નેતા માનવામાં આવે છે. તે જોતા બીજેપીએ તેને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અહીંથી ઉમેદવારો થઈ ચુક્યા છે જાહેર

આ સિવાય હાલમાં જ બીજેપીએ ઉત્તર પ્રદેશથી પૂર્વ કોંગ્રેસ નેતા આરપીએન સિંહ, બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત અને નવીન જૈનને રાજ્યસભાની ટિકિટ આપી હતી. હરિયાણાથી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા, છત્તીસગઢથી રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ, કર્ણાટકથી નારાયણ કૃષ્ણસા ભંડાગે અને સમિક ભટ્ટાચાર્ય, ઉત્તરાખંડથી મહેન્દ્ર ભટ્ટને રાજ્યસભાની ટિપિક આપવામાં આવી છે. તે સિવાય બિહારથી છ સિટ ખાલી થઈ હતી. જેમાંથી એનડીએ અને વિપક્ષ 3-3 સિટ જીતે એવી શક્યતા છે. બીજેપીની સહયોગી જેડીયુ એક સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બીજેપીએ બિહારથી ડોક્ટર ધર્મશીલા ગુપ્તા અને ડોક્ટર ભીમસિંહને રાજ્યસભા માટે ટિકિટ આપી છે.