47 વર્ષિય એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

ખબરી ગુજરાત મનોરંજન

Shreyas Talpade Heart Attack : બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)ને હાર્ટ એટેક આવ્યો હોવાના સામાચાર સામે આવ્યાં છે. 47 વર્ષીય અભિનેતા આખો દિવસ શૂટિંગમાં વ્યસ્ત હતા પરંતુ ઘરે આવ્યા બાદ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાલ તેઓ જોખમથી બહાર હોવાનું જણાવાય રહ્યું છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

આ પણ વાંચો : 15 Dec 2023 nu Rashifal આપનો દિવસ કેવો રહેશે?

PIC – Social Media

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર, હાલ શ્રેયસ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ સેટ પરથી એક વિડિયો પણ વાયરલ થયો હતો જેમાં શ્રેયસ અક્ષય કુમાર અને અન્ય સ્ટાર્સ સાથે શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સેટ પર એકદમ સ્વસ્થ હતો અને બધા સાથે મજાક કરતો જોવા મળ્યો હતો, પરંતુ ઘરે ગયા પછી તેણે તેની પત્નીને પોતાની તબિયત ઠીક ના હોવાની ફરિયાદ કરી. હાલત ગંભીર થતાં, તેની પત્ની તેને હોસ્પિટલ લઈ જતી હતી ત્યારે તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ તાત્કાલિક તેને હોસ્પિટલ પહોંચાડાયો હતો. જ્યાં એક્ટરને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. આવી સ્થિતિમાં, તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સમાચાર મળી રહ્યાં છે, કે શ્રેયસની તબિયત પહેલા કરતા સારી છે પરંતુ હાલ તેને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. આ સમાચાર આવતા જ બધા ચોંકી ગયા. શ્રેયસ માત્ર 47 વર્ષનો છે અને એક એક્ટર હોવાને કારણે તે પોતાની જાતને ફિટ રાખવાની કોશિશ પણ કરે છે. આમ છતાં તેને હાર્ટ એટેક આવવો એ ખરેખર મોટી વાત છે. આ સમાચાર આવ્યા બાદ તેના ચાહકો સૌથી વધુ ચિંતિત હતા પરંતુ હાલમાં તેના સ્વસ્થ થવાના સમાચારે તેમને પણ રાહત આપી છે.