સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર

ખબરી ગુજરાત ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Government Job : સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતના હજારો યુવાનો સરકારી નોકરીની ઝંખના માટે દિવસ રાત મહેનત કરે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Amreli : ખાંભા ગીરમાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો

PIC – Social Media

Government Job : સરકારી નોકરી કરવા ઇચ્છતા યુવાનો માટે ગુજરાત સરકારે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4 હજાથી વધુ ભરતી માટેની જાહેરાત કરી છે. આ ભરતી માટે આજે 2 વાગ્યેથી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. ફોર્મ ભરવા માટે ઉમેદવારે ઓજસ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. આ માટેની પરીક્ષા મે અથવા જૂન 2024માં યોજાય તેવી સંભાવના છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

હસમુખ પટેલે જણાવ્યું, કે ગ્રુપ A અને ગ્રુપ Bની પ્રિલિમ પરીક્ષા એક સાથે યોજાશે. કુલ 17 કેડરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્કની 2608 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જ્યારે 169 જગ્યા પર હેડ ક્લાર્કની ભરતી કરવામાં આવશે અને 210 જગ્યાઓ પર ઓફિસ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

PIC – Social Media

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓમાં ભરતી કરવા માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે 10 વર્ષ માટે એટલે કે 2024થી 2033 સુધી કર્મચારીઓની ભરતી કરવા માટેનું કેલેન્ડર બનાવ્યું છે. 2033 સુધીમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરાશે. ક્રમશ: દર વર્ષે સરકાર 40 હજાર કરતાં વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો : હંસરાજ રઘુવંશીના ભજનથી મંત્રમુગ્ધ થયા પીએમ મોદી

નોંધનીય છે, કે રાજ્યમાં દર વર્ષે 15થી 17 હજાર જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે, તેથી ખાલી પડતી જગ્યાઓમાં નવી ભરતી કરીને કર્મચારીઓની નિયુક્તિ કરવી પડે છે. ગયા વર્ષે મે મહિનામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં નવા 10 વર્ષના ભરતી કેલેન્ડરને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જે અનુસાર આ કેલેન્ડર બનાવવામાં આવ્યું છે.