SBIમાં ખાતુ ધરાવતા લોકો માટે મોટા સમાચાર

ખબરી ગુજરાત બિઝનેસ

SBI ATM Rule 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( State Bank of India)ના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. SBIએ ATMમાંથી પૈસા ઉપાડવાની રીતમાં મોટો ફેરફાર કર્યો છે.

આ પણ વાંચો : લિંબડી ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા

SBI ATM Rule 2024: જણાવી દઈએ કે છેતરપિંડીથી બચવા માટે જલ્દી જ આ નિયમ SBI ના એટીએમ કાર્ડ પર લાગુ થઈ શકે છે. તેનો અર્થ એ કે સત્તાવાર લેવડ દેવડ માટે બેન્ક મોટુ પગલુ લઈ રહી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અનુસાર તમે એટીએમમાંથી જ્યારે રૂપિયા ઉપાડો તે સમયે બેન્કના ગ્રાહકોએ ટ્રાન્જેક્શન પૂર્ણ કરતી વખતે એક ઓટીપી શેઅર કરવો પડશે, જેથી ટ્રાન્જેક્શન સુરક્ષિત રીતે થઈ શકે છે.

ક્યારે ઓટીપી શેઅર કરવો પડશે?

હવે આ સર્વિસ SBIના ગ્રાહકોને ATMમાંથી કેશ ઉપાડતી વખતે જોવા મળશે. SBIમાં આ નવા નિયમ વધતા ફ્રોડ અને સાયબર ક્રાઇમને ઓછુ કરવા માટે બનાવામાં આવ્યાં છે. એસબીઆઈના એટીએમમાં સિંગલ ટ્રાન્જેક્શનથી 10 હજાર કે તેનાથી વધુ રૂપિયા ઉપાડતા ગ્રાહકોને ટ્રાન્જેક્શન પૂરુ કરવા માટે ઓટીપીની જરૂર પડશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

આપને જણાવી દઈએ કે એસબીઆઈના એટીએમમાંથી કેસ કાઢતી વખતે તમારે ડેબિટ કાર્ડ અને મોબાઈલની જરૂર પડશે. જેના પર ટ્રાન્જેક્શન દરમિયાન ઓટીપી મળશે. તમારે રૂપિયા ઉપાડતી વખતે ટ્રાન્જેક્શન દરમિયાન મળેલા ઓટીપીને એટીએમમાં દાખલ કરવો પડશે ત્યાર બાદ જ તમે રૂપિયા ઉપાડી શકશો.