દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક, બાળકીનો લીધો જીવ

ખબરી ગુજરાત ગુજરાત

Dog Attack : ગુજરાતમાં રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે દ્વારકામાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે.

આ પણ વાંચો – IPL 2024 : સિઝનની પહેલી જીત સાથે જ મુંબઈ ઇન્ડિયન્સે બનાવ્યો રેકોર્ડ

PIC – Social Media

Dog Attack : ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે આજે દ્વારકામાં એક ગોઝારી ઘટના સામે આવી છે. અહીં રખડતા શ્વાને 11 વર્ષીય બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીએ દમ તોડ્યો હતો. શ્વાને એક બાળકીનો જીવ લેતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી બાજુ તંત્રની કામગીરી સામે સ્થાનિકો પણ રોષે ભરાયા છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર દ્વારકાના ભાણવડમાં રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષીય દિકરી પર રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. બાળકી કંઈ સમજે તે પહેલા શ્વાનનું ટોળુ તેના પર તુટી પડ્યુ અને શરીરના અનેક ભાગે બચકા ભરી લીધા હતા. હુમલાને કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યુ હતુ. બાળકીના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મૃતક બાળકીનો પરિવાર મૂળ દાહોદ-ગોધરાનો હોવાનું સામે આવી રહ્યુ છે. તેઓ ભાણવડ ખાતે મજૂરી અર્થે આવ્યા હતા. બનાવ બાદ પરિવાર જનોમાં શોકનો માહોલ છે.