રાજસ્થાનમાં ભૂજના પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત

ખબરી ગુજરાત ગુજરાત રાષ્ટ્રીય

Accident News : બિકાનેરના ભરત માલા રોડ પર વહેલી સવારે ગુજરાતના પરિવારને મોટો અકસ્માત નડ્યો હતો. આ ભયંકર માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : એલ્વિશ યાદવની મુશ્કેલી વધી, FSLમાં થયો મોટો ખુલાસો

PIC – Social Media

Accident News : રાજસ્થાનના બિકાનરમાં ભારત માલા એક્સપ્રેસ હાઇવે પર સ્કોર્પિયો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભૂજના ડોક્ટર પરિવાર સહિત 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને એક 18 માસની બાળકીનો સમાવેશ થાય છે. પરિવાર શ્રીગંગાનગરથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનુ પડીકુ વળી ગયું હતુ.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર, નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતમાલા એક્સપ્રેસ વે પર નૌરંગડેસર-રાસીસર નજીક ટ્રક અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે કારના ફૂરેચે ફૂરચા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત થયા હતા. તમામ મૃતકોને નોખાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. મૃતકોમાં ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ર્ડા. પૂજા તેમના પતિ અને તેમની 18 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અકસ્મમાતના ભોગ બનનાર તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. મૃતકોના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડી પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે અડધું વાહન ટ્રકની નીચે દબાઈ ગયું હતું. નજીકના લોકોએ ભારે મુશ્કેલીથી લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતના કારણે નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તમામ મૃતકો ગુજરાતમાંથી પહેલગાંવ કાશ્મીર ફરવા ગયા હતા અને પરત ફરતી વખતે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો.