પ્રજાની સરકાર અને સરકારની પ્રજા

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Khabri Media

ભરૂચ: ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતેથી પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયોઘરનું ઘર કેવી રીતે સમૃદ્ધ બને અને ઘરથી ગામડું કઈ રીતે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે તેવી તમામ યોજના સરકારે અમલમાં મૂકી છેવાડા લોકો સુધી પહોંચાડી છે-: પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિસાંસદ મનસુખ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી

ભરૂચ: રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગનાં લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાનાં રાજપારડી ખાતે ભરૂચ જિલ્લાનાં પ્રભારી મંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગનાં રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

રાજપારડી ચોકડી ખાતે આવેલા ભગવાન બિરસા મુંડા નાં સ્ટેચ્યુ પર ફુલહાર અર્પણ કરી દર્શન કર્યા હતા.

આ પ્રસંગે કાર્યક્ર્મ અનુરૂપ જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષીએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે લોકોએ વિકસિત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમમાં કલ્યાણકારી યોજનાની માહિતિ આપી લાભાર્થીઓને વિવિધ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાનાં પ્રભારી મંત્રી રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સભાને સંબોધતા કહ્યું હતું કે, જનજાતિય ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સશક્ત નેતૃત્વ અને દૂરદર્શી વિઝનથી ઘરનું ઘર કેવી રીતે સમૃદ્ધ બને અને ઘરથી ગામડું કઈ રીતે સમૃદ્ધિ તરફ પ્રયાણ કરે તેવી તમામ યોજના સરકારે અમલમાં મૂકી છેવાડા લોકો સુધી પહોંચાડી છે જેનો શ્રેય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને ફાળે જાય છે.

વધુમાં, રાજ્ય સરકારે આદિવાસી બંધુઓની દરકાર કરી બજેટમાં અંદાજિત ૩૪૧૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. જેનાથી છેવાડાનાં નાગરિકો સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુને વધુ મળતો થયો છે. પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થયો છે.

તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતનાં સંકલ્પ માટે પ્રધાનમંત્રીના સાંનિધ્યમાં આપણે આગળ વધવું છે. પ્રધાનમંત્રીએ જોયેલા સ્વપ્નને ખરા અર્થમાં સાર્થક કરવા ખભેખભા મિલાવી દેશના વિકાસમાં સહભાગી બનવા વોકલ ફોર લોકલ ને પ્રાધાન્ય આપવું જરૂરી છે. ભારતનું અર્થતંત્ર હાલ ૫ નંબરનું છે. જેને ૨૦૪૭ સુધીમાં ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવી ભવ્ય અને દિવ્ય વિકસિત ભારતની નેમ ચરિતાર્થ થશે.

આ પ્રસંગે, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ બિરસા મુંડા જયંતિ નિમિત્તે બિરસા મુંડાની શહાદતને યાદ કરી બિરસા મુંડાએ આદિજાતિના વિકાસ અને ઉત્થાન માટે શિક્ષણ પર ભાર મુકી કુ- રિવાજો, કુ – પ્રથા જેવી બદીઓ સમાજમાંથી દુર કરવા મુહિમ ચલાવી જનનાયક બન્યા હતા. ત્યારે હજૂ પણ સમાજમાં જોવા મળતી બદીઓ દૂર થાય તેવા પ્રયત્નો કરવા આપણે બધાએ પ્રણ લેવાં જોઇએ.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મજબૂત ભારત, આત્મ નિર્ભર ભારત તરફ પ્રયાણ કરવા સરકાર હંમેશાં કટિબદ્ધ અને પ્રયત્નશીલ રહી છે. ગામે-ગામ સુધી કલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં લોકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી રહી છે.

આ કાર્યક્રમમાં ઝારખંડથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં ઝધડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ અને વાલીયા તાલુકા પંચાયતનાં પ્રમુખો, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતનાં સભ્યો તેમજ ભારત સરકાર તરફથી ઉપસ્થિત ડાયરેક્ટર પ્રભારી પ્રશાંત અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલ તેમજ સંબધિત વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને રાજપારડી અને અન્ય ગામડાંઓના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.