CBSE બોર્ડની પરીક્ષા ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ

ખબરી ગુજરાત ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા પરિપત્ર મુજબ વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષાની તારીખ 2 એપ્રિલ મંગળવારના રોજ યોજાવાની હતી, પરંતુ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. નવા ટાઈમ ટેબલ મુજબ ગુજકેટની પરીક્ષા 2જી એપ્રિલના બદલે 31મી માર્ચે લેવામાં આવશે.ગુજકેટની પરીક્ષા જે તારીખે જાહેર કરવામાં આવી હતી તે તારીખ દરમિયાન CBSEની પરીક્ષા લેવાઈ હોવાને કારણે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શું 2024 ની શરૂઆત ખતરનાક હશે?

શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર મુજબ વર્ષ 2024 માટે ગુજકેટની પરીક્ષાની તારીખ 2 એપ્રિલ મંગળવારના રોજ યોજાવાની હતી, પરંતુ તે જ દિવસે CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ટાઈમ ટેબલ મુજબ હવે ગુજકેટની પરીક્ષા 31 માર્ચ 2024ના રોજ લેવામાં આવશે.